Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ધોરાજીમાં એક મહિનામાં ૩૫૦ મૃતદેહોની અંતિમવિધી

રાજકોટ અને જૂનાગઢ ખાતે ધોરાજીના દર્દીઓના અવસાન થયા હોય તે યાદી હજુ તો બાકી છે નહિતર કેટલો આંકડો આવે ? : છતાંય સબ સલામતના નારા લગાવતા અધિકારીઓ...?

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૩ :ઙ્ગધોરાજીમાં કોરોના કાળ ની મહામારી ના સમયે એપ્રિલ માસ દરમ્યાન ૩૫૦ જેટલા લોકોની નનામીઓ ની અંતિમ વિધી કરાઈ છે છતાંય સબ સલામતના નારા લગાવતા અધિકારીઓ....?

ધોરાજી પંથકમાં કોરોના પોઝીટીવ કેસો નૂ સંકમણ વધતાં દદીઓના મોતનો આંકડો વધી રહ્યો છે લોકો ચિંતીત બની ગયેલ છે

ધોરાજી પંથક માં એપ્રિલ માસ દરમ્યાન આશરે ૩૫૦ જેટલા હિન્દૂ, મૂસ્લીમ સહિતના સમાજ ના લોકો ના મોત નિપજતાં સ્મશાનગૃહ, કબ્રસ્તાન ખાતે અંતિમવિધી કરાઈ હોવાનું જાણવા મળેલ છે. ધોરાજી શહેરમા ગત એપ્રિલ માસમાં હિન્દૂ સમાજના સ્મશાનગૃહમાં કોવિડ-નોનકોવિડ આશરે ૨૧૦ નનામીઓના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હોવાનું હિન્દુ સમાજના સેવાભાવી કાર્યકર્તાઓએ જણાવ્યું છે.વધુમાં જણાવ્યું હતું ઘણા કોવીડ મૃતદેહમા પરિવારજનો સારવારમા હોવાથી તેઓ તેમનાં સ્વજનની અંતિમવિધિમાં પણ હાજરી આપી શકયા નથી ત્યારે સેવાભાવી લોકોએ અંતિમવિધી કરી હતી.

ધોરાજી મૂસ્લીમ બિરાદરોના બે કબ્રસ્તાનમાં આશરે ૧૩૪ જેટલાં મૃતદેહઓની દફનવિધિથી અંતિમવિધી કરાઈ છે. જયારે અનૂજાતી સહિતના અન્ય સમાજોના સ્મશાનોમાં થયેલ અંતિમ વિધી સહિત કૂલ ૩૫૦ જેટલા લોકોના મૃતદેહો અંતિમ વિધી કરાઈ હોવાનું સેવાભાવીઓએ જણાવ્યું હતું.ઙ્ગ

ધોરાજીમાં કોરોના વિસ્ફોટ સર્જી દીધો છે ત્યારે અનેક લોકોએ પોતાના સ્વજનો પણ ગુમાવ્યા છે તેમજ ધોરાજી બહાર જે દર્દીઓને લઈ ગયા છે રાજકોટ, જૂનાગઢ વિગેરે ગામોમાં અને ત્યાં અવસાન પામ્યા છે તેની સંખ્યા પણ મોટી છે તે આપણો મળી શકે એમ નથી ત્યારે સરકારી અધિકારીઓ સબ સલામત છે તેવા નારા લગાવી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા જુદી છે આવા સમયમાં ધોરાજીના જાગૃત લોકો પોતાના પરિવારને બચાવવા બાબતે શેર કરવા બાબતે જાગૃત બનવું છે કારણકે ધોરાજી શહેર અને તાલુકામાં કોરોનાએ કાળો કેર વરસાવ્યો છે ત્યારે આપણે સૌ ભગવાન ભરોસે છે. અધિકારીઓ માત્ર પોતાની ઓફિસમાં બેસીને કાગળ ઉપર રિપોર્ટિંગ કરી રહ્યા છે તેઓ પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

આવા સમયમાં ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ એ આઠ દિવસ સુધી ધોરાજી સંપૂર્ણ બંધ રાખવાના એલાનને પણ ધોરાજીની જનતાએ પૂરતી સફળતા આપી છે આજે પાંચમા દિવસે ધોરાજી સજ્જડ બંધ રહ્યું છે જેના કારણે કોનો વિસ્ફોટમાં બ્રેક લાગશે તેમાં કોઈ બેમત નથી.

(11:17 am IST)