Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

કોરોના દર્દીઓને મદદરૂપ થવા 'કોરોના દર્દી સેવા રથ' વાન પોરબંદર ની જનતાની સેવામાં મુકાઈ : ઓક્સિજનની સાથે ઈમર્જન્સી સારવારની વ્યવસ્થા

કોરોના દર્દી મોબાઈલ નંબર 7861820806 પર સંપર્ક કરી 'કોરોના દર્દી સેવા રથ'નો લાભ મેળવી શકશે.

પોરબંદર : કોરોના દર્દીઓને મદદરૂપ થવા 'કોરોના દર્દી સેવા રથ' વાન પોરબંદર ની જનતાની સેવામાં મુકી. જેમાં દદીઓ માટે  ઓક્સિજનની સાથે ઈમર્જન્સી સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. કોઈપણ કોરોના દર્દી મોબાઈલ નંબર 7861820806 પર સંપર્ક કરી 'કોરોના દર્દી સેવા રથ'નો લાભ મેળવી શકશે.

સાથે જ પોરબંદરની કોવિડ હોસ્પિટલ માટે 15 નવા ઓક્સિજન ફ્લો મિટરની વ્યવસ્થા કરી આપી છે. જેથી હોસ્પિટલમાં વધારાના 15 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરી શકાશે, આ પહેલા પણ 40 જેટલા ઓક્સિજન ફ્લો મિટર ભુવનેશ્વર (ઓરીસ્સા)થી મંગાવીને હોસ્પિટલને આપતા વધારાના 40 નવા ઓક્સિજન બેડની વ્યવસ્થા કરી હતી. તેમજ દર્દીઓ માટે ૨૦ નવા ઓક્સિજન સિલેન્ડરની પણ વ્યવસ્થા કરી આપી છે. આ સંકટ નો સમય છે, પરમાત્મા એ આપેલી શક્તિ નો ઉપયોગ દુ:ખી લોકોને મદદ કરવામાં કરીએ.

(10:29 pm IST)