Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

કોરોના મહામારીમાં અગત્યની મનાતી febi flu 400 mg ની કાળાબજારી કરતા આરોપીની ધરપકડ કરતી પોરબંદર એલસીબી

પોરબંદર : કોરોના  મહામારીમા અગત્યની મનાતી દવા Febi flu 400 mg ની કાળાબજારી કરતા આરોપીની પોરબંદર એલસીબી પોલીસે ધરપકડ કરી છે

 જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનનરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક ડો,રવિ સૈની દ્વારા કોરોના વાયરસની મહામારીમાં કોરોના સંક્રમિત ગંભીર દર્દીઓને સારવાર માટે આપવામાં આવતી ફેબીફલુ 400 mg ટેબ્લેટની અછતને કારણે આ દવાનો કાળાબજાર રોકવા માટેતેમજ કાળાબજાર કરી રહેલા શખ્સોને શોઘી કાઢી કાયદેસરની કાયયવાહી કરવા ખાસ સૂચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર એલસીબી પીઆઇ એન,એન રબારી ના માર્ગદર્શન હેઠળ પીસાઈ એન,એમ ગઢવી એલસીબી પો.સ્ટાફ સાથે પોરબંદર શહેર વિસ્તારમાં  પેટ્રોલીંગમા હતા. તેદરમ્યાન હેડ, કોન્સ, હરેશભાઇ આહીરને મળેલ બાતમીના આધારે આરોપી કરણગીરી ભૂપતગિરિ ગૌસ્વામી ઉ,વ,26 રહે, છાયા નવાપરા,બાવાજીના સ્મશાન પાસે પોરબંદરવાળાએ હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસની મહામારીમાં કોરોના સક્રં નમત થયેલ દદીઓની સારવાર માટે આપવામાં આવતી Fabi flu 400 mg ની ટેબ્લેટની અછત હોય તેનો આથીક ફાયદો ઉઠાવવા સારૂ ટેબ્લેટ વેચવા કે રાખવા અંગેના ઔષધ નિરીક્ષકનું કાયદેસર કોઈ લાયસન્સ કે પરવાનો ઘરાવતો ન હોવા છતાં તેમજ ફેબીફલુ ટેબ્લેટ ઉપર એમ.આર.પી. ૧૨૨૪/- લખેલ હોવા છતાં તે ટેબ્લેટનો બોગસ ગ્રાહકનેરૂા. ૨૭૦૦/-માં આપવાનું જણાવી ગે.કા. વેચાણ કરતાં છટકા દરમ્યાન Fabi flu 400 mg ટેબ્લેટ નગં -૧૭ કી,.રૂા. ૧૨૨૪/- તથા રેડમી કંપનીનો 9 power એન્રોઇડ મો. ફોન એક કી,.રૂા. ૩,૦૦૦/- મળી કુલ રૂા.૪,૨૨૪/-ના મુદામાલ સાથે મળી મળી આવી પકડાઇ જઇ ગુન્હો કરેલ હોય જેથી તેની સામે કાયદેસરની કાયયવાહી કરી, કમલાબાગ પોલીસ સ્ટેશનમા ગુન્હા રજીસ્ટર કરાવેલ છે. આ કામે કબ્જે કરેલ મદ્દૂામાલની Fabi flu 400 mg ની ટેબલેટ લોક ઉપયોગમા લઇ શકાય તેમાટે સદરહુ ટેબલેટ છોડાવવા તજવીજ ચાલુ છે.

આ કામગીરીમા PSI એન.એમ.ગઢવી, ASI બટુકભાઇ વિંઝુડા,હેડ, કોન્સ,હરેશભાઇ આહીર,ગોવિંદભાઇ મકવાણા,પોલીસ કોન્સ,દિલીપભાઈ મોઢવાડીયા,રવિરાજસિંહ બર્ડ, કર્ષણબભાઇ મોડેદરા,ગોવિંદભાઇ માળીયા વગેરે રોકાયેલા હતા

 

(10:25 pm IST)