Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

કચ્છના સિરક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઇ :બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન

બિનવારસી હાલતમાં બોટ મળી :ખલાસીઓ પાકિસ્તાન તરફ ભાગ્યા કે કેમ ? સઘન તપાસ શરૂ

 

રાજકોટ ;ગુજરાતના દરિયાકાંઠે એલર્ટ છે ત્યારે કચ્છ કચ્છ સીમા પર પાકિસ્તાની બોટ ઝડપાઇ છે  ત્યારબાદ બીએસએફે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે.

   જાણવા મળ્યા મુજબ બોટ કચ્છની આસપાસના સિરક્રિક વિસ્તારમાં બિનવારસી હાલતમાં મળી આવી છે  બોટ પાકિસ્તાની માછીમારોની છે.ગુપ્તચર એજન્સીઓએ સમુદ્રના રસ્તે આતંકીઓ આવવાનું એલર્ટ થોડા દિવસ પહેલાં આપ્યુ હતુ. ત્યારબાદ સીમાની સુરક્ષામાં તહેનાત BSF અને ભારતીય તટરક્ષક સેના સમુદ્રની રખેવાળી પર ધ્યાન આપી રહી છે. ત્યારે બોટ મળી આવતા દોડધામ થઈ ગઈ છે. BSF આસપાસનાં વિસ્તારમાં સર્ચ ઓપરેશન દ્વારા બોટથી કોણ આવ્યુ છે તેની તપાસ કરી રહી છે.

(11:01 pm IST)