Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

મોરબીના પાનેલીમાં તળાવમાં ખનીજ ચોરીનો પર્દાફાશઃ હિટાચી મશીન અને ૧૦ ડમ્‍પરો જપ્ત

મોરબીઃ મોરબીના પાનેલી ગામે આજે ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડી ખનીજ ચોરો પર તવાઇ ઉતારી છે અને કરોડોના મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ મોરબી જિલ્લાના પાનેલી ગામે તળાવમાં ખનીજ ખાતા દ્વારા ગેરકાયદેસર ચાલતી મોરમ ચોરીમાં એક હિટાચી મશીન અને આઠથી દસ મોટા ડમ્પરો ઝડપી પાડેલ છે અને કેટલા રૂપિયાની ખનીજ ચોરી કરવામાં આવી છે તેનો તાગ મેળવવાનો પ્રયાસ હાથ ધરેલ છે અને આ ગેરકાયદેસર ખનીજ ચોરીમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની પણ તપાસ ચાલુ છે. એકી સાથે આટલા મોટા પ્રમાણમાં વાહનો ઝડપાઇ જતા મોરબી જિલ્લાના ખનીજ માફીયાઓમાં ફફડાટ વ્‍યાપી ગયેલ છે.

(4:57 pm IST)