Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

જામનગરમાં વકીલ ઉપર હુમલો કરનાર ર ઝડપાયા

સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ

તસ્વીરમાં હુમલાના સીસીટીવી ફૂટેજ, ઘટનાસ્થળે લોકો અને ઝડપાયેલા બંન્ને શખ્સો નજરે પડે છે. (તસ્વીર : કજિંલ કારસરીયા-જામનગર) 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૩ : જામનગરમાં વકીલ ઉપર છરીથી હુમલો થતાં ખળભળાટ મચી ગયો છે. આ પ્રકરણ પોલીસે ર શખ્સોની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં વકીલ ઉપર હુમલો થતા દોડધામ મચી ગઇ હતી.આ ઘટનામાં ઘાયલ વકીલ કલ્પેશભાઇ ફલિયાને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેના આધારે ઇરફાન ઇકબાલ સિપાહી (ઉ.વ.૧૯) અને લાલો કિશોરભાઇ બારોટ (ઉ.૧૯)ને ઝડપી લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:40 pm IST)