Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

મોરબીના સિરામિક ઉદ્યોગ સામે ગેસ કંપનીની આકરી કાર્યવાહી

મોરબી તા. ૩ : સિરામિક એકમોને ગેસ પુરવઠો મળી રહે તે માટે ગુજરાત ગેસ કંપની દ્વારા ૨૦ ટકાનું કપાત મુકવામાં આવ્યું છે અને તેનું પાલન ન કરતા સીરામીક એકમો સામે ગેસ કંપની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં વધુ ગેસ ઉપયોગ કરતા સીરામીક એકમોનું ગેસ કંપની દ્વારા કનેકશન રોકવામાં આવ્યું છે. તે ઉપરાંત વધુ ગેસનો ઉપયોગ કરનાર એકમોને સુચના પણ આપવામાં આવી છે. તો સુત્રોમાંથી મળતી વિગત મુજબ ઙ્ગગેસ કંપની કામગીરી કરી રહેલા કમચારીઓને પણ બાનમાં લીધા હતા પણ પરિસ્થિતિ તંગ બનતા કર્મચારી છોડવા પડ્યા હતા

મળતી વિગત મુજબ મોરબી સીરામીક ઉદ્યોગોમાં વપરાતા કોલગેસીફાયર ઉપર પ્રતિબંધ મુકાયા બાદ મોરબીના તમામ સીરામીક એકમો નેચરલ ગેસ વાપરતા થયા છે. ત્યારે ગેસની વધેલી માંગના કારણે ગેસના ધાંધીયા અને બાદમાં ગેસ કંપની સાથે સીરામીક એસોસિએશનની મળેલી બેઠકમાં તમામ સીરામીક એકમોના ગેસ વપરાશ ઉપર ૨૦ ટકાનો કાપ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ નિર્ણય બાદ લિમિટ કરતા વધુ ગેસનો ઉપયોગ કરતા હોય તેવા સીરામીક એકમો સામે ગેસ કંપની દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ૧૨ થી ૧૫ સીરામીક એકમો જે ૧૫૦ ટકા જેટલો ગેસ વાપરતા હોવાનું જણાતા તેમનું ગેસ સપ્લાય રોકવામાં આવી છે . તો ૧૯૦ સીરામીક ફેકટરીઓ એવી હતી જયાં ૧૦૫ ટકાથી વધુ ગેસનો ઉપયોગ થતો હોવાથી. આ તમામ સીરામીક એકમોને વોર્નિંગ આપવામા આવી છે જો તે વધુ ગેસનો ઉપયોગ કરશે તો તેની સામે પણ આકરા પગલા લેવામાં આવેશે અને હજુ પણ કેટલાય સિરામિક ઉદ્યોગકારો વધુ ગેસ ઉપયોગ કરી રહ્યા છે

સુત્રોથી મળતી વિગત મુજબ તો ગુજરાત ગેસ દ્વારા ૨૦ ટકાનો કાપ મૂકી દેવામાં આવતા સિરામિક ઉદ્યોગમાં પુરતું પ્રેસર ન મળતા ઉદ્યોગકારો રોષે ભરાયા હતા તો બુધવાર રાત્રીના સમયે ફેકટરીમાં પુરતું પ્રેસર ન મળતું હોવાનું બહાનું કાઢીને ગેસ કંપનીની ઈમરજન્સી ટીમને બોલાવામમાં આવી હતી અને તેને બંધક બનાવમાં આવી હતી. આ બાબતની ગેસ કંપનીએ ઙ્ગગંભીર નોંધ લઈને મોરબી સિરામિક એસોસિએશનને પત્ર પાઠવી ઉદ્યોગકારોને આવું ઙ્ગન કરવા પણ જણાવ્યુ છે તો ઇમરજન્સી સ્ટાફને બંધક બનાવવમાં આવતા બીજા ગ્રાહકોની ફરિયાદનો નિકાલ થઈ શકયો ન હોવાની જણાવી આવા કૃત્ય બદલ હવે ગુજરાત ગેસ કંપની કડક પગલા ભરવા મજબૂર બનશે તેવું સ્પષ્ટ પણે જણાવી ગુજરાત ગેસ કંપનીની ઇમરજન્સી ટીમને સહકાર આપવા સૂચન કર્યું હતું.

(3:38 pm IST)