Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

પોરબંદરમાં મૈત્રી કરાર રદ કર્યાના મનદુઃખથી તલવાર અને છરી વડે હુમલો કરીને ધમકી

પોરબંદર, તા. ૩ :  સાહેદ મહિલા સાથે મૈત્રી કરાર સાથે થોડો સમય બાદ રહ્યા બાદ મહિલાએ મૈત્રી કરાર રદ કરી નાખતા જેના મનદુઃખથી તલવાર અને છરી વડે હુમલો કરીને ધમકી આવ્યાંની પોલીસ ફરીયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

છાંયા જમાતખાન પાસે રહેતા કેતનભાઇ મગનભાઇ રાંણીગાએ નોંધાવેલી પોલીસ ફરીયાદમાં જણાવેલ કે આરોપી નગાજણ રામા ઓડેદરાએ સાહેદ તારાબેન સાથે મૈત્રી કરાર કરીને 'લીવ એન્ડ રીલેશનશીપ'માં રહેતા હોય જે કરાર તારાબેને રદ કરતા આરોપી નગાજણ ઉશ્કેરાય જઇને મનદુઃખ રાખીને કેતનભાઇના ઘરમાં ઘુસી જઇને કેતનભાઇ તથા સાહેદ તારાબેન ઉપર તલવાર અને છરી વડે હુમલો કરી ઇજા કરી ધમકી આપી હતી.

(3:37 pm IST)