Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

જુનાગઢ પોલીસે યુવતિને ભુલ સમજાવતા પરિવાર સાથે મિલન

જુનાગઢ, તા. ૩: જૂનાગઢ રેન્જના આઈજીપી સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંદ્ય દ્વારા  જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને  પોલીસ પ્રજાનો મિત્ર છેઙ્ખ  એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના આવી હતી.

 વાલ્મિકી વાસમાં રહેતા નંદલાલભાઈ પરમારનો સગીર પુત્ર ભાવનગર ખાતે પોતાના મામા સાથે રહી, દક્ષિણામૂર્તિ સ્કૂલમાં અભ્યાસ કરતો હોય, જયાં પૂજા હરીશભાઈ ધૂમડિયા રહે. બીલીમોરા જી. નવસારીથી પોતાના સગાને ત્યાં વેકેશનમાં ફરવા આવેલ હોઈ, બંને બાજુ બાજુમાં રહેતા હોય બને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલ હોઈ, પરિક્ષા પુરી થતા, સગીર જૂનાગઢ આવી ગયેલ અને પૂજા નવસારી પોતાના માતાપિતાના દ્યરે જતા રહેલા હતા. પ્રેમસંબંધના કારણે નવસારીથી પૂજા જૂનાગઢ સગીરને મળવા નીકળી ગયેલ હતી. જેની જાણ સગીરને કરતા, એ મૂંઝાયો હતો અને પોતાના માતાપિતાને આ બાબતની જાણ કરેલ હતી. સગીરના પિતા નંદલાલભાઈ પરમારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જઈને તમામ વિગત પોલીસને જણાવેલ હતી.

જિલ્લાના  પોલીસ અધીક્ષક સૌરભ સિંદ્ય  તથા જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એમ.એ.વાળા, પો.સ.ઇ. બી.એસ.જાડેજા તથા સ્ટાફના એ.એસ.આઈ. રવિરાજસિંહ, મહિલા પો.કો. ભારતીબેન સહિતના સ્ટાફ એસ.ટી. બસ સ્ટેન્ડના ચેકીંગમાં ખાસ તૈનાત કરવામાં આવેલ હતા.

દરમિયાન  નવસારી ખાતેથી પૂજાબેન હરીશભાઈ ધૂમડિયા નામની યુવતી એસટી બસમાં આવતા, એસટી બસ જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે પહોંચે એ પહેલાં તાત્કલીક એસટી બસ સ્ટેન્ડ મોકલેલ પોલીસ સ્ટાફે એસટી બસમાંથી ઉતારી લઇ, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવી, તેના માતાપિતાને બીલીમોરા નવસારી જાણ કરી, બોલાવતા, બીલીમોરાથી આવતા, કોઈ અદ્યટિત પગલું ભરે એ પહેલાં હેમખેમ સોંપવામાં આવેલ  હતી.

નવસારીથી જૂનાગઢ આવવા નીકળેલ યુવતીને સગીરના માતાપિતાની સમયસૂચકતા અને સમયસર પોલીસ મદદ મળતા, છોકરમતમાં નવસારીથી નીકળેલ યુવતી પોતાના માતાપિતાને મળતા, જૂનાગઢ પોલીસ દ્વારા યુવતીને પોતાની ભૂલ સમજાવતા, યુવતી પરિવારને ભેટીને ભાવ વિભોર થઈ ગયેલ હતા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અને યુવતીના માતાપિતા તથા આગેવાનોએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યકત  કર્યો હતો. ઉપરાંત, જૂનાગઢ પોલીસ દ્વારા સગીર બાળકના પિતાની ભાવનાને પણ બિરદાવી હતી તેમજ પોલીસ દ્વારા પણ પરિવારજનોને પોતાના બાળકોનો ખ્યાલ અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી.

(3:34 pm IST)