Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

છેવાડાનો માનવી પાણીથી વંચિત નહી રહેઃ હકુભા જાડેજા અને પૂનમબેનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક

 ખંભાળીયા, તા. ૩ :. દેવભૂમિ દ્વારા જિલ્લામાં પીવાના પાણીની સ્થિતિની સમીક્ષા કરવા માટે ગઈકાલે કલેકટર કચેરી ખંભાળીયા ખાતે રાજ્યમંત્રી હકુભા જાડેજાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાના તમામ અધિકારીઓ, ટી.ડી.ઓ. તમામ તાલુકાના, મામલતદારો, પ્રાંત અધિકારી વિ. ઉપસ્થિત રહ્યા હતા તથા જિલ્લાના પા.પુ. વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લાની ખંભાળિયા સહિતની તમામ પાલિકાના ચીફ ઓફિસરો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રી હકુભા જાડેજાએ જણાવ્યુ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ગામડાઓમાં હાલની પાણીની સ્થિતિ હાલ મળતુ પાણી તથા વધારાના પાણીની જરૂરીયાતનો અંદાજ કાઢીને લેખીત રીપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાની દરેક પાલિકાઓમાં હાલ પીવાના પાણીની સ્થિતિ હાલના સોર્સ તથા હાલ મળતુ પાણી તથા હજુ વધારાના જથ્થાની અપેક્ષાના આંકડા પણ તૈયાર કરાઈ રહ્યા છે. .પુનમબેન માડમ દ્વારા પણ જિલ્લાના તમામ વિસ્તારોને હાલ જે પાવીનો પુરવઠો કે જે મોટાભાગે નર્મદાના જળથી જ પુરૃં થાય છે આ જથ્થો નિયમિત રીતે મળે તથા હાલની જરૂરીયાત છે તેનાથી વધુ જથ્થો કઇ રીતે મળે તે  માટેનાં પ્રયત્નો પણ કરવામાં આવશે હાલ દેવભૂમિ જિલ્લામાં ૪પ એમ. એલ. ડી. પાણી આવે છે તેમાં ઉમેરો કરીને ૬૦ એમ. એલ. ડી. પાણી મળે તેવી માંગણી આવતા તે પ્રમાણે ઉપર રજૂઆત કરવામાં આવશે તથા જયાં નર્મદાનું પાણી પહોંચતું નથી અથવા તો ઓછુ મળે છે તેવા વિસ્તારો વાળા ૧૯ ગામોમાં હાલ ટેંકરો દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ વ્યવસ્થા માં હજુ સુધારો થાય તે માટે તંત્ર દ્વારા પ્રયત્નો હજુ પણ હાથ ધરાશે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણીની સમિક્ષા બેઠક માટે ખાસ રાજ્ય સરકારના આદેશથી આવેલા રાજ્યમંત્રીશ્રી હકુભા જાડેજાએ એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દેવભૂમિ દ્વારકા જિલ્લો જે રાજ્યના છેવાડાનો જિલ્લો છે તે છેવાડાના જિલ્લાના છેક છેવાડાના વિસ્તારનો માણસ પણ પાણીની જરૂરીયાતથી વંચિત ના રહે તે માટે રાજ્ય સરકાર તત્પર હોવાનું જણાવ્યું હતું. 

(3:33 pm IST)