Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ચૈત્રી દનૈયામાં આકરો તાપ પડતા સારા ચોમાસાની આશા

ચૈત્રી દનૈયા દરમિયાન આ વર્ષે ખૂબ જ આકરો તાપ પડતા ખેડૂતો તથા અભ્યાસો દ્વારા ચોમાસું સારું જવાના એંધાણ મળ્યા છે.

વિગત અનુસાર આગામી ચોમાસુ કેવું રહેશે તેના અનુમાન માટે અનેક વર્ષોથી પરંપરા મુજબઙ્ગઅભ્યાસુઓ તથા ખેડૂતો દ્વારા હોળીની જાળ પછી ચૈત્રી દનૈયાના આકરા તાપનો પણ અભ્યાસ કરવામાં આવે છે. ચૈત્રી વદ પાંચમથી બારસ એટલે કે ૨૪ એપ્રિલ થી ૧લીઙ્ગમે દરમિયાન ચૈત્રી દનૈયા ના દિવસો હતા. બગસરા થી દર્શન ઠાકરના જણાવ્યા અનુસાર આ આઠ દિવસો દરમ્યાન ખુબ જ આકરા તડકા પડ્યા હતા જેથી આ દનૈયાઙ્ગસારા વીત્યા ઙ્ગગણાય.

ખેડૂતો તથા અભ્યાસુઓના મત મુજબ ઘણા વર્ષો બાદઙ્ગ આવી ઘટના બની છે કે આ તમામ દિવસો દરમિયાનઙ્ગ આકરા તડકા પડ્યા હોય તેમજ આ વર્ષે આઠ દનૈયા પૈકી એક પણ દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ ના થતા ચોમાસુ સમયસર શરૂ થવાનો તથા સામાન્ય રહેવાનું અનુમાન ખેડૂતો તથા અભ્યાસુઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેથી ખેતી પર આધારિત લોકોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે. થોડા દિવસો બાદ આવી રહેલી અખાત્રીજ ને પવનનો રૂખ ચોમાસા બાબતે અંતિમ અનુમાન આપશે, ત્યારે ચોમાસુ સામાન્ય રહે તેવી સૌ આશા વ્યકતત કરી રહ્યા છે.

(12:26 pm IST)