Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

સોખડામાં સાઇડ દેવા મામલે વિશાલને દેવરાજે કપાળ-વાંસામાં પાવડાના ઘા માર્યા

નવાગામમાં મુન્નાને અને ન્યુ સાગરમાં નિર્મળને ભાઇઓએ ધોકાથી ફટકાર્યા

રાજકોટ તા.૩: કુવાડવા તાબેના સોખડા ગામમાં રહેતાં વિશાલ રાજેશભાઇ ગોરીયા (કોળી) (ઉ.૨૨)ને ચોટીલાના મેવાસાના દેવરાજ ગોબરભાઇ ગોવાણીએ દિવેલીયા પરા રોડ પર ધીરૂભાઇ સોલંકીના ભઠ્ઠા પાસે ઝઘડો કરી ગાળો દઇ પાવડાથી હુમલો કરી કપાળ અને વાંસામાં ઘા ફટકારી ઇજા કરતાં સારવાર લેવી પડી હતી. બનાવ અંગે હેડકોન્સ. હમીરભાઇ આહિરે વિશાલની ફરિયાદ નોંધી છે. મોટર સાઇકલની સાઇડ દેવા બાબતે માથાકુટ કરી દેવરાજે હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવાયું હતું.

અન્ય બનાવોમાં નવાગામમાં રહેતાં મુન્ વશરામભાઇ મકવાણા (ઉ.૩૫)ને તેના ભાઇ મુકેશે અને ન્યુ સાગર સોસાયટી-૧૦માં રહેતાં નિર્મળ મનુભાઇ ચાવડા (ઉ.૩૦)ને તેના ભાઇ હરેશે લાકડીથી માર મારતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં કુવાડવા અને ભકિતનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

(12:18 pm IST)