Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

તળાજાના વેળાવદર નજીક પંકચર કરતા તરૂણને અર્ધબેભાન કરીને અપહરણનો પ્રયાસ

ટાવેરા કારમાં આવેલ ત્રણ પૈકીના એક શખ્સે ભગવો પહેર્યો હતો : ત્રણેય ગુજરાતી બોલતા હતા : એકને એક કાર ત્રણ-ત્રણ વખત થોડી થોડીવારે આવતા નજીકની હોટલ ધારક આવતા નાસી ગયા

ભાવનગર તા. ૩ : તળાજા નજીક વેલાવદર ગામથી આગળ ભાવમગર જતા રસ્તામાં રોડ સાઈડમાં આવેલ પંકચર કરવાની કેબિનમાં કામ કરતા પરપ્રાંતીય કિશોરને કશું ખવારવી અર્ધબેભાન બનાવી અપહરણ કરવાનો કરવાનો પ્રયાસ હાથ ધરવાની ઘટનાએ ચકચાર મચાવી છે.બાજુમાં જ હોટલ ધરાવતા વારંવાર એકને એક ટાવેરા કાર આવતા પંકચરની કેબિને દોડી જતા કારમાં આવેલ એક ભગવાધારી સહિત ત્રણ જણ રફુચક્કર થઈ ગયા હતા.

તળાજા વિસ્તારના ટીનેજરોના વાલીઓને સાવચેત બનાવતો કિસ્સો ગત રાત્રે પ્રકાશમાં આવ્યો છે. તળાજા રેફરલ હોસ્પિટલ પરથી જાણવા મળતી વિગતો પ્રમાણે વેળાવદર ગામના મહિપતસિંહ રાઠોડના કહેવા પ્રમાણે પોતાની હોટલના મેદાન માં પંકચરની કેબિન મુકવામાં આવેલ છે. કેબિન માં કામ કરતો મહંમદ સરજુ ઉવ ૧૭, રે.બિહાર કામ કરે છે. ગત રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાંઙ્ગ એક સફેદ કલરની ટાવેરા કાર આવેલ. તેમાં ત્રણ પૈકીના એકએ ભગવા પહેરેલ હતા. તને કારમાં હવા ચેક કરાવી મહંમદને પ્રસાદી ખાઈ જવા માટે કોઈ વસ્તુ આપેલ.  આજ કાર વારંવાર થોડા થોડા સમયે ત્રણેક વખત આવતા કારમાંથી નીચે ઉતરી શખ્સોની શંકાસ્પદ હિલચાલ જણાતા હોટલ ધરાવતા મહિપતસિંહ રાઠોડ સહિતના દોડી આવેલ. ભગવા ધારી ને પૂછતાં તેઓ સોમનાથ ચાલીને જાય છે. તેમ જણાવેલ બાદમાં ત્રણેય નીકળી ગયેલ. પણ એજ સમયે કેબિનમાં મહંમદ અર્ધબેભાન હાલતમાં જણાતા તાત્કાલીક તળાજા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ.

બનાવને લઈ ઘટના સંદર્ભે એલસીબી પો.સ.ઇ જાડેજાને જાણ કરવામાં આવી હતી. જેમાંઙ્ગ સફેદ કાર નું વર્ણન અને ત્રણ પૈકીના એક ભગવા ધારી અને બાકીને બે સાંસારિક વસ્ત્રો અને ત્રણેય ગુજરાતીમાં વાત કરતા હોવાનું વર્ણન કરેલ. તેના અનુસંધાનએ ઝબ્બે કરવા કાર્યવાહી કરી હતી.

(12:12 pm IST)