Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ગીરના ધ્રામડવામાં દુધીબેને વિજ સબ સ્ટેશનના તાર પકડી લેતાં દાઝી ગયા

માનસિક અસ્થિરતાને કારણે આવુ કર્યુઃ રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૩: ગીર લાંબા તાબેના ધ્રામડવા ગામના દુધીબેન પાંચાભાઇ બાંભણીયા (ઉ.૪૫) નામના કોળી મહિલાએ વાડીએ વિજ સબ સ્ટેશનના ફયુઝના તાર ખેંચીને પકડી લેતાં વિજકરંટથી હાથમાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

દુધીબેનને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. માનસિક બિમારી હોઇ તેના કારણે તેણે આમ કર્યાનું પરિવારજનોએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.

ધારીના મનુભાઇએ ઝેર પીધું

ધારીમાં તુલસીશ્યામ રોડ પર રહેતાં મનુભાઇ બાબુભાઇ ચોૈહાણ (ઉ.૪૫)એ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.

(12:05 pm IST)