Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

તિસરી આંખ દ્વારા પળેપળની ઓલ્સ મેળવવા આયોજન

આતંકીઓ અને અંધારી આલમના ગુન્હેગારો સામે સંવેદનશીલ સોમનાથને સજ્જ કરાયુ

એસપી રાહુલ ત્રિપાઠી-ડીવાયએસપી એમ. એમ. પરમાર ટીમનાં માર્ગદર્શનમાં અભિયાન ૪૮ પોલીસ સ્ટાફને જૂનાગઢમાં વિશેષ તાલિમ

પ્રભાસ પાટણ  તા. ૩ :.. રાજય સરકારે દરેક જીલ્લાના વડા મથક અને સુપ્રસિધ્ધ યાત્રાધામોમાં આવતા પ્રવાસીઓ - યાત્રિકો અને નગરજનોની સુવિધા અર્થે તેમજ ચીલઝડપ, ગુન્હો કરી નાસી જતા વાહનો તેમજ અન્ય ગુન્હાઓ અટકાવવા સેઇફ એન્ડ સીકયોર પ્રોજેકટ મુજબ ગીર-સોમનાથ જીલ્લાના વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરથી વેરાવળ શહેરમાં પ્રવેશવાના તથા બહાર જવાના તમામ રસ્તાઓ-સંવેદનશીલ શેરીઓ રેલ્વે સ્ટેશનો, ચોપાટી, સોમનાથ મંદિર સહિત જગ્યાઓ ઉપર ડીઝીટલ હાઇટેક સીસી ટીવી જડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એમ. એમ. પરમાર, તથા કોમ્પ્યુટર - વાયરલેસ પીએસઆઇ કે. પી. વાઢેર નિયુકત કંપની કર્મચારીઓ સાથે આ યોજનાનું અસરકારક પરિણામ મળે તે માટે ઝડપભેર કાર્ય કરી રહ્યા છે.

આ તમામ કેમેરાઓ કાર્યરત થયા બાદ પાંચ વરસ સુધી સરકાર નિયુકત કંપની દેખરેખ, મરામત અને સાર-સંભાળ કરશે.

સોમનાથ મંદિરથી વેરાવળમાં પ્રવેશવાનાં માર્ગો પર રાઉન્ડ ધ કલોક ફરજ બજાવનારા સીસીટીવી કેમેરાની આ છે વિશેષતાઓ

૩૮ લોકેશન-જંકશન ઉપર આ કેમેરાઓને લોખંડના થાંભલાઓ- બે રસ્તાઓ જોડતી કમાનો ઉપર ૧૭૩ જેટલા કેમેરાઓ ગોઠવાયા છે. જેમાં ૯૫ ફીકસ કેમેરાઓ છે. ૩૬ મુવીંગ PTZ કેમેરાઓ કે જે ૩૬૦ ડીગ્રી ઘૂમતા રહે છે.

તો ૪૨ ANPR કેમેરા કે જેમાં રસ્તાઓ ઉપર પસાર થતા વાહનોના નંબર-પ્લેટ કન્ટ્રોલરૂમમાં દ્રશ્ય કેમેરામાં કેદ થઇ પહોંચે છે.

આ તમામ કેમેરાઓ રસ્તાઓ ઉપરાંત શહેરના દાખલ થવાના અને બહાર જવાના પોઇન્ટ ઉપર લગાવાયેલ છે. ગીર-સોમનાથી જીલ્લાની પોલિસવડાની નવનિર્મિત થઇ રહેલ કચેરી ખાતે તેનો ખાસ કન્ટ્રોલ રૂમ બનવામાં છે. જયાં એક વીડીયો હોલ અને ૩૬ નાના-નાના સ્ક્રીન ઉપર ૧૬ જેટલા તાલીમબધ્ધ પોલિસસ્ટોર ૨૪*૭ રાઉન્ડ -ધ-કલોક નજર રાખશે. ૩ મેગા પીકચર અને નાઇટ વીઝન જેટલું જ પાવરફુલ પરિણામ આપતા આ ભ્વ્ક્ષ્ કેમેરાનું સંચાલન કન્ટ્રોલરૂમ ખાતે જોય સ્ટીકથી કરાશે તેના દ્વારા મોનીટરીંગ કરાશે અને જોય-સ્ટીકથી જરૂર લાગે તેવું દ્રશ્ય ૩૬ નાના પડદા ઉપર ઝીલાયું હશે તેને વિશાળ પડદા ઉપર ટ્રાન્સફર કરી ગુન્હાની ર્લાજ ઇમેજ કરી ડીટેકશન કરાશે. આ રાઇટેક ટેકનોલોજીથી સજ્જ-તાલીમબધ્ધ થવા તા.પમેથી ૧૦મે સુધી ગીર-સોમનાથ જીલ્લાના ૪૮ પોલિસ જવાનો જૂનાગઢ પોલીસ મહાવિદ્યાલય જઇ રહ્યા છે.

(11:55 am IST)