Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ભાવનગર રેલ્વે ટર્મીનસ નજીક ટ્રેન હેઠળ કપાઇ જતા પરપ્રાંતિય યુવાનનું મોત

ભાવનગર તા. ૩ : પાલીતાણાથી ભાવનગર ટર્મીનસ પર આવેલ ટ્રેન પેસેન્જરને ઉતારીને યાર્ડ તરફ જતી હતી તે દરમ્યાન ટર્મીનસ સ્ટેશન નજીક ટ્રેન હેઠળ કપાઇ જવાથી મૂળ ઝારખંડના વતની યુવાન સંજયકુમાર અશોકભાઇ મહેતાનું બનાવ સ્થળે મોત નિપજયું હતું.

આ બનાવ અંગે રેલ્વે પોલીસ મથકના આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર ધીરજભાઇએ માહિતી આપી હતી.

રેલ્વે પોલીસે મૃતદેહની હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

(11:52 am IST)