Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ખેતરમાં સુતેલ ખેડૂત પત્ની મીઠીબેનને ઘેની પદાર્થ સુંઘાડી ૧૩ હજારના ઘરેણા કાઢી અજાણ્યા શખ્સો રફુચક્કર

તા.૩: ચોટીલા તાલુકાના નાની મોરસલ ગામે રાત્રે ખેડૂત ડાયાભાઇ ઉકાભાઇના ૪૬ વર્ષીય પત્ની મીઠીબેન ખેતરમાં ખુલ્લામાં સુતા હતા દરમિયાન બે અજાણ્યા પુરૂષો તથા એક મહિલાએ ખેતરમાં પ્રવેશ કરી ખાટલામાં સુતેલ મીઠીબહેનને કોઇ પદાર્થ સુંઘાડીને બેહોશ કરી દઇ કોઇ જોઇના શકે તેમ ખાટલો મકાનના ઓથે લઇ જઇ અને મીઠીબહેનના કાનમાંથી સોનાની પોખાની, સોનાના વેડલા, નાકનો સોનાનો દાણો, ચાંદીની માળા સહિત કુલ રૂ. ૧૩ હજારના સોના ચાંદીના ઘરેણાંની ઉઠાંતરી કરી અંધારામાં જ નાસી છુટયા હતાં. ઘરેણા ખેંચતા કાન અને નાકે ઇજાગ્રસ્ત બેભાન મીઠીબેનને સારવાર અર્થે ચોટીલા રેફરલ હોસ્પિટલે અને વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જવાયા હતા. આ અંગે બનાવની ચોટીલા પોલીસમાં બે અજાણ્યાં પુરૂષો તથા એક મહિલા સહિત ત્રણ સામે ગુનો દાખલ થતાં વધુ તપાસ પી.આઇ. કે.ડી. નકુમે હાથ ધરી છે.

(11:51 am IST)