Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ઉનામાં સાપ કરડવ્યા બાદ સરકારી હોસ્પિટલે સમયસર સારવાર લેતા જીવ બચી ગયો

ઉના, તા. ૩ : ઝેરી સાપ યુવાનને કરડતા સમયસર સરકારી દવાખાને સારવાર મળતા જીવ બચી ગયો હતો.

દેલવાડા રોડ ઉપર શાહ એચ.ડી. હાઇસ્કૂલ સામે સોસાયટી વિસ્તારમાં રહેતા સુનિલભાઇ ગોસ્વામી (ઉ.વ.૪પ) રાત્રીના ઘર પાસે સાપ નિકળેલ હોય લાકડી લઇ દૂર ખસેડતા આ ક્રેટ નામના ઝેરી સાપ સુનિલભાઇની આંગળીના ભાગે દંશ મારતા તુરંત સરકારી હોસ્પિટલે લઇ જતા ફરજ ઉપરના ડોકટર એન.કે. જાદવ સ્ટાફે તુરંત ઇજનેકશનો આપી ભયમકુત કરાવતા જીવ બચી ગયો હતો.

સરકારી દવાખાનામાં માત્ર બે ડોકટરો હોવા છતાં રોજના રપ૦થી વધુ દર્દીઓને સારવાર અપાય છે અને ડોકટરે જણાવેલ કે આ ઝેરી સર્પ દંશની જો ૧૦ મીનીટમાં સારવાર ન અપાય તો જીવ જોખમમાં મૂકાય છે. આ ક્રેટ નામનો ઝેરી સર્પ આફ્રિકાના જંગલમાં જોવા મળે છે. ભારતમાં ભાગ્યે જોવા મળે છે. ખાનગી દવાખાનામાં રૂપિયા ખર્ચવા છતાં જે સારવાર ન મળે તે સરકારી ઉના દવાખાનામાં વિનામૂલ્યે મળી હતી.

(11:50 am IST)