Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

શ્રી બગસરા જુથ વિવિધ કાર્યકારી સહકારી મંડલી લીના પ્રમુખ તરીકે ભરતભાઇ ભાલાળા, ઉપપ્રમુખ તરીકે જી.પી. નળિયાધરાની વરણી

બગસરા, તા.૩: શ્રી બગસરા જુથ વિવિધ કાર્યકારી  સહકારી મંડળી લી.બગસરાની મળેલ વ્ય.કમિટીની મિટીંગમાં પ્રમુખ/ ઉપપ્રમુખની  ચૂંટણી યોજવામાં આવેલ તેમાં પ્રમુખશ્રી તરીકે સર્વાનુમતે બિનહરીફ શ્રી ભરતભાઇ ડી.ભાલાળા તથા ઉપપ્રમુખશ્રી તરીકે જી.પી.નળીયાધરાની બિનહરીફ વરણી કરવામાં આવેલ તેમજ પ્રમુખશ્રી/ ઉપપ્રમુખશ્રીએ મંડળીને ઉતરોતર પ્રગતિના પંથે લઇ જાશે તેવી કારોબારી સભ્યોને ખાત્રી આપેલ જેમાં કારોબારી સભ્યશ્રી એ.વી.રીબડીયા, વેલજીભાઇ માળવીયા, દિનેશભાઇ ભાલાળા, વિઠ્ઠલભાઇ હિરાણી, મનસુખભાઇ કેલૈયા, ભીખુભાઇ ટીંબડીયા, રસીલાબેન રાદડીયા, રમેશભાઇ વઘાસીયા હાજર રહ્યા હતાં. તેમજ મંત્રી શ્રી પોપટભાઇ નળીયાધરાએ મિટીંગનું સંચાલન કર્યુ હતું.

(11:49 am IST)