Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

મીઠાપુર ટાટા કેમિકલ્સ દ્વારા આંતરરાષ્ટ્રીય મજુર દિવસની શાનદાર ઉજવણી

વિશ્વના સૌથી મોટા ઔદ્યોગિક એકમો માંથી એક એવા ટાટા ગ્રુપની એક શાખા મીઠાપુર ટાટા કેમિકલ્સ દ્વારા આંતરાષ્ટ્રીય મજુર દિવસની દબદબાભેર ઉજવણી કરાઇ હતી. તેમાં મજુર દિવસની પૂર્વ સંધ્યાએ હાસ્ય કલાકાર સાઇરામ દવેનો લોકડાયરો મીઠાપુરના આશીર્વાદ પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવેલો હતો. સંખ્યામાં મીઠાપુરવાસીઓ ઉપરાંત સ્થાનિક ટાટા ગ્રુપના અધિકારીઓ ઉપરાંત પબુભા વિરમભા માણેક પણ જોડાયા હતા. આ ડાયરામાં સાઇરામ દવે દ્વારા હાસ્ય ઉપરાંત સાહિત્ય અને આપની સંસ્કૃતિ વિષે પણ વિસ્તૃત રીતે સમજાવટ આપવામાં આવી હતી. ત્યારે મીઠાપુર ટાટાના એચ આંર હેડ દિનેશ શુકલા દ્વારા આ આંતરરાષ્ટ્રીય મજુર દિવસની શું હકીકત છે અને તે કયારે શરૂ કરવામાં આવ્યો હતો તે વિષે સંબોધન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ વર્ષે સૌ પ્રથમ આ ટાટા ગ્રુપ દ્વારા ૧લિ મેં ના રોજ સવારે ટાટા કંપનીના અંદર આવેલા પટાંગણમાં પાથ્યાત્મક લધુ રૂદ્રાભિષેકનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કે જેમાં કંપનીના અધિકારીઓ ઉપરાંત સ્થાનિક કોન્ટ્રાકટરના ભાઇઓ પણ જોડાયા હતા. અને શાસ્ત્રોકત વિધિ દ્વારા મંત્રોચાર દ્વારા વિધિવત રીતે પૂજા વિધિ કરવામાં આવી હતી.

(11:48 am IST)