Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

જૂનાગઢનાં સરદારના બાવલા વિસ્તારમાંથી ગેરકાયદે હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો

જૂનાગઢ તા.૩: જૂનાગઢ રેન્જ આઇ.જી.પી. સુભાષ ત્રિવેદીની સુચનાથી રેન્જમાં ચૂંટણી આચારસંહિતા સબબ ગે.કા. હથિયાર લઇ ફરતા ઇસમો ઉપર વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના મળતાં આર.આર. સેલના ઇન્ચાર્જ પોલીસ બસ ઈન્સપેકટર કે.એમ.મોરી તથા સ્ટાફના સંજયભાઇ તથા ગીરૂભા તથા પ્રવિણભાઇ તથા પદુભા વિગેરે માણસો હાજર હતા દરમિયાન સ્ટાફના સંજયભાઇને બાતમી મળતા ભરત ઉર્ફે પુરાના વાલજીભાઇ બગડા (રહે. વાલ્મીકી વાસ) વાળો પોતાના કબજામાં ગે.કા. હથિયાર સાથે સરદારના બાવલા પાસે હતો તેની ઝડપી ચેક કરતાં તેની પાસેથી દેશી બનાવટનો તમંચો -૧ તથા જીવતો કાર્ર્ટીઝ-૧ તથા મો.ફોન.૧ તથા મો.સા.મળી કુલ રૂ. ૩૦૬૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી જૂનાગઢ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા કલમ ૨૫(૧) બી.એ., ૨૯ તથા જી.પી. એકટ ૧૩૫ મુજબ ફરિયાદ રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(11:42 am IST)