Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

નાણાં ચૂકવ્યા વગર મહિલાનું મકાન પચાવી પાડતા ચકચાર

વંથલીના થાણાપીપળીની મહિલાની છ શખ્સો સામે ફરિયાદ

જૂનાગઢ તા.૩: વંથલી તાલુકાના થાણાપીપળી ગામે રહેતા હીનાબેન શાંતીલાલ જાદવ (ઉ.વ.૩૬) નામની મહિલાએ તેનું મકાન જૂનાગઢનાં એકતાનગરમાં રહેતા પ્રભાબેન હરસુખભાઇ વાઢેર નામની મહિલાને વેચાણ કરેલ જેની સામે રૂ. ૪૧ હજારની સુથી આપી બાકીની રકમનો ચેક આપવાનું જણાવેલ.

પરંતુ પ્રભાબેન તથા તેનો પુત્ર ધવલ તેમજ નિકુંજ હરસુખભાઇ વાઢેર અને વિસ્તાર ફાયનાન્સ કંપનીનાં હિમાંશુ પાટીલ અને લોન બ્રોકર સુરેશ પટેલ સહિતના છ શખ્સોએ રૂ. ૧૫ લાખ ૮૬ હજારની રકમ ચુકવેલ નહિ અને તમામે હિનાબેનનાં મકાનનાં તાળા તોડી અને પોતાનાં લોક લગાવી દઇ મકાન ઉપર કબ્જો કરી લઇ મહિલાને ધમકી આપી હતી.

આ અંગેની ફરિયાદનાં આધારે વંથલી પોલીસે મહિલા સહિત છ શખ્સો સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:41 am IST)