Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ભુજના મહિલા કેન્દ્રમાં આદિપુરની મહિલાનો ગળાફાંસો ખાઇ આપઘાત: અરેરાટી

 

ભુજ ;ભુજ મહિલા કેન્દ્રમાં આદિપુરની મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ છે મૂળ આદિપુર અને હાલ ભુજ સ્થિત મહિલા કલ્યાણ કેન્દ્રમાં રહેતા 31 વર્ષીય સવિતાબેન વિજય ભાઇ વિંઝોડાએ પતિ સાથે રહેવાની ના પાડતા દયાપર પોલીસ મથકેથી કર્માચરી તેમને મહિલા કલ્યાણ કેન્દ્રમાં મૂકી ગયા હતા. જેમાં તેઓ પાછળા કેટલાય સમયથી રહેતા હતા.

 

   દરમિયાન 5.30 વાગ્યાના અરસામાં સવિતાબેને કોઇ અગમ્ય કારણોસર બાથરૂમમાં કપડાં ધોવાના વિભાગમાં કોઇપણ અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ મોતનો માર્ગ અપનાવી લેતાં અરેરાટી સાથે ગમગની પ્રસરી ગઇ છે

 

મહિલા કલ્યાણ કેન્દ્રમાં મહિલાએ આત્મઘાતી પગલું ભી લેતાં કયા કારણોસર આપઘાતનો માર્ગ અપનાવી લીધો તેની તપાસ શરૂ કરાઇ છે

 

(8:49 am IST)