Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

પોરબંદરમાં ૫ દિવસથી સફાઇ કામદારોની હડતાલઃ ઠેરઠેર ગંદકી અને ઉકરડાં

પોરબંદર તા.૩: નગરપાલિકામાં ભરતી થયેલ અને હાલ પ્રોબેશન પીરીયડ ઉપર રહેલ ૫૫ સફાઇ કામદારો પાંચ દિવસથી હડતાલ ઉપર હોય શહેરમાં સફાઇ કામ ઠપ્પ થઇ ગયું છે.

હડતાલ ઉપર રહેલ સફાઇ કામદારો ૨ દિવસ રજા ઉપર ચાલ્યા ગયેલ અને ત્યારપછી પાંચ દિવસથી ફરજ ઉપર હાજર ાથયેલ નહીં અને કેટલીક માંગણી સાથે હડતાલ ઉપર ઉતરી ગયેલ છે.

શહેરમાં કોન્ટ્રકટ ઉપર ફિકસ પગારવાળા રોજમદારો દ્વારા સફાઇ કામ થાય છે પરંતુ પુરતી સફાઇ કરવામાં સફાઇ કામદારોની ઘટ વર્તાય રહી છે.

(1:06 pm IST)