Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

ભુજમાં ભંગારના વાડામાં બ્લાસ્ટઃ જગદીશ ભાનુશાળીનું મોત

ભુજ તા. ૩ : ભુજમાં સુરલ ભીટ ચાર રસ્તા પાસે ભંગારના વાડામાં બ્લાસ્ટ થતા એકનું મોત થયું છે. પ્રાથમીક તારણમાં યુવાન ભંગારના વાડામાં કોઇ વસ્તુ સાથે કામ કરી રહ્યો હતો ત્યારે બ્લાસ્ટ થયો હતો.

બ્લાસ્ટમાં ગંભીર ઇજા પહોંચતા  જગદીશ રામજી ભાનુશાળીનુંમોત થયું હતું.

 ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

(1:04 pm IST)