Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

તાલાલામાં કેરીની હરાજીનો વિધિવત પ્રારંભ : ગોંડલ સબ યાર્ડમાં દોઢ લાખ બોક્સ વેચાયા

તાલાલા પંથકની કેરીની વિધિવત હરાજીનો આજે તાલાલાના મેગો માર્કેટમાં પ્રારંભ થયો છે ગત સાલ સિઝન પૂરી થતા તાલાલા યાર્ડમાં ૧૦ લાખ ૬૭ હજાર બોકસ કેરીની આવક અને વેચાણ થયા હતા . જો કે આ વખતે થોડું મોડું થયું છે. દરમિયાન ગોંડલના સબ યાર્ડમાં ગત તા. ૧લી એપ્રિલથી કેરીની આવક ચાલુ થઈ ગઈ હતી અને અત્યાર સુધીમાં દોઢ લાખ બોકસ વેચાઈ ચૂકયા છે. હવે ગોંડલમાં રોજ આવક વધતી જાય છે. ગત સાલ સિઝન પૂરી થઈ ત્યારે ગોંડલમાં સાડા અગિયાર લાખ બોકસ કેરી વેચાઈ હતી.હવે તાલાલાની કેરી તાલાલા યાર્ડમાં આજથી શરૂ થઈ છે .

(11:45 am IST)