Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

કુટુંબીજનોના ત્રાસથી કંટાળી જામનગરના યુવાન અને વાડીએ રખોપુ કરતા ધ્રોલ પંથકના યુવાનનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩: જી.જી.હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના ડોકટરે સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, સાગરભાઈ ગોવિંદભાઈ સોલંકી, ઉ.વ.૩૦, રે. ગ્રીન સીટી ૧૧ નંબર, ઝેરી દવા પી લેતા સારવારમાં મૃત્યુ પામેલ છે. ભોગ બનનાર ના પિતા એ આ કામે ભોગબનનારને કુટુંબી કાકાજી સસરા કે અન્ય કોઈ તેને હેરાન પરેશાન કરતા હોવાથી ઝેરી દવા પી લીધેલ હોવાની શંકા હોવાનું જાહેર કરેલ હોય પોલીસે તપાસ હાથ ધરી છે.

ભરતપુર(વિરપુર) ગામે રહેતા હકુભાઈ બચુભાઈ સદાદીયા, ઉ.વ.પ૦, એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, ભરતભાઈ પ્રાગજીભાઈ બોરસદીયાની વાડીએ જળીયા ગામની સીમમાં  સંજયભાઈ હકુભાઈ સદાદીયા, ઉ.વ.રર, રે. ભરતપુર(વિરપુર) ગામવાળો રાત્રીના લાઈટ આવતા તલ વાવેલ હોય ત્યા પાણી વાળવા માટે ગયેલ હોય સવારે ઘરે ન આવતા જાહેર કરનાર હકુભાઈએ વાડીમાં જઈ જોતા મરણજનાર ખાટલામાં સુતેલ હતો ખાટલાની બાજુમાં જંતુનાશક ઝેરી દવાની બોટલ તથા ઉલ્ટીઓ થયેલ હોય રાત્રીના કોઈપણ સમયે કોઈપણ કારણોસર પોતાની હાથે ઝેરી દવા પી લેતા મૃત્યુ પામેલ છે.

પરિણીતાને સાસરીયાઓએ કાઢી મુકયાની રાવ

અહીં શરૂ સેકશન રોડ પર આવેલ માધવ સરદાર પટેલ સોસાયટી શેરી નં. ૧માં રહેતી ભાવિશા ગૌતમભાઈ શોરીયા જાતે પટેલ ઉ.વ ૩૦ એ મહિલા પોલીસ મથકે તેમના પતિ ગૌતમ પ્રવિણભાઈ શોરીયા, સસરા પ્રવિણ છગનભાઈ શોરીયા, સાસુ પન્નાબેન, દેરાણી રિઘ્ધિ આકાશભાઈ રહે. બધા ૬–પુષ્પવન બંગલો અમદાવાદ સામે ફરીયાદ નોંધાવી છે કે આરોપીઓએ અવાર નવાર ઘરકામ તેમજ દહેજની માંગણી કરી અને નાની નાની વાતમાં ઝગડાઓ કરી ગાળો કાઢી મારકૂટ કરી દુઃખ ત્રાસ આપી ઘરેથી કાઢી મુકી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે.

કાર ચાલકે ટ્રાફીક પોલીસને માર્યો

અહીં રામેશ્વરનગરમાં રહેતા અને ટ્રાફીક શાખામાં માનવ સેવા કરતા મનદિપસિંહ મહાવીરસિંહ વાળા ઉ.વ. ર૧ એ સીટી સી ડિવિજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, મેહુલ સિનેમા પાસે ફરીયાદી પોતાની ફરજ પર હતા ત્યારે આરોપીઓ દેવેન્દ્ર વાઢેર તથા તેની સાથેના બે અજાણ્યા માણસો તથા એક મહિલાએ તેમની સ્વીફટ કાર રોંગસાઈડમાં આવતા તેઓને ફરીયાદીએ કહેલ કે તમારૂ વાહન રોંગ સાઈડમાં ચલાવશો તો સામેથી આવતા વાહનો સાથે અકસ્માત થશે જેથી તમો પુલ નીચેથી સામેના રોડ ઉપર જતા રહો તેમ કહેતા એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી સાથે ઝપાઝપી કરી ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી ઈજા કરી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.

ટ્રકને ભંગારમાં વેચી નાખ્યો

લાલપુર તાલુકાના શીવપરા (પડાણા) ગામે રહેતા બાલુભાઈ લખમણભાઈ ખાંભલા ઉ.વ. ૩૮ એ મેઘપર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, નાસીર હુશેન બ્લોચ, રશીદ ગફાર પાસ્તા, આબીદ ડાડુભાઈ ચાકીએ ફરીયાદીની માલિકીના ટ્રક નંબર જી.જે.૧૦–ડબલ્યુ–૬૧૩૧ વાળો આરોપી નાસીરે રૂ. ૩.૩૭ લાખમાં વેચાતો લઈ આરોપી રસીદ ગફાર અને આબીદ ડાડુ સાથે મીલાપ કરી ફરીયાદીની લેણી રકમ ઓળવી જવાના ઈરાદાથી ટ્રકને ભંગારમાં તોડી નાખી બારોબાર વેચી નાખી લેણી રકમ ઓળવી જઈ ગુન્હો કરેલ છે.

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. શિવભદ્રસિંહ મહોબતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, નવાગામ ઘેડ  નાઘેરવાસ, રાજહંસ પાન વાળી ગલીમાં આરોપીઓ વિશાલ કાનજીભાઈ રાઠોડ, યાકુબ નબીરભાઈ બ્લોચ, વિજય ખેંગારભાઈ ચાવડા, સાગર ઉર્ફે બાલી નાનજીભાઈ ગુજરાતી, મુકેશ દિનેશભાઈ સોલંકી, સંજય રમેશભાઈ કબીરા, અફજલ હુશેન કુરેશી, દિલીપભાઈ પુંજાભાઈ ગોહિલ જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી કુલ રૂ.પર,૧૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:24 pm IST)