Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

દ્વારકાના શખ્સે યુવતિ સાથે શરીર સુખ માણી લગ્ન કરવાની ના પાડી

જામનગરની યુવતિને જુદી-જુદી હોટેલમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો : પોલીસ ગુનો નોંધ્યો

ખંભાળિયા,તા. ૩: જામનગરમાં રહેતી યુવતિને લગ્નની લાલચ આપી જુદી-જુદી હોટેલમાં લઇ જઇ શરીરસુખ માણી લગ્ન કરવાની ના પાડી દેતાં દ્વારકાના શખ્સ વિરૂધ્ધ પોલીસમાં બળાત્કારની ફરીયાદ નોંધાવતાં ચકચાર જાગી છે.

મળતી માહિતી મુજબ જામનગરના પવનચક્કી વિસ્તારમાં રહેતી યુવતિના છુટાછેટા થયા બાદ દ્વારકાના બિરલા પ્લોટમાં રહેતાં અર્જુન કાંતીભાઇ ધોધલીયા (ઉવ.૨૭) નામના યુવક સાથે પરિચય થયો હતો. જે બાદ બંને વચ્ચે વાતચીત થતાં સંબંધ આગળ વધ્યો હતો અને યુવતિને લગ્નની લાલચ આપી નારાયણ ઇન હોટેલ તેમજ જુદી જુદી હોટેલોમાં લઇ જઇ શરીર સુખ માણ્યું હતું. જે બાદ યુવતિએ લગ્ન કરવાની વાત કરતાં યુવકે લગ્ન કરવાનો ઇન્કાર કરી દેતા યુવતિને તેમની ઉપર બળાત્કાર ગુજાર્યાની ફરીયાદ દ્વારકા પોલીસમાં નોંધાવતાં પોલીસે બળાત્કારનો ગુનો નોંધી શખ્સની શોધખોળ હાથ ધરી છે.

(1:24 pm IST)