Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

વાંકાનેરનાં અમરસર ફાટક પાસે બોલેરોએ હડફેટે લેતા રિક્ષાનો ભુક્કો બોલી ગયો : ડ્રાઇવર ગંભીર

વાંકાનેર,તા. ૩: વાંકાનેર -રાજકોટ રોડ, અમરસર ફાટક નજીક ગનપીર દરગાહના બોર્ડ પાસે વાંકાનેરથી રોડ ચડી રહેલી રીક્ષા સીએનજીના ડ્રાઇવર વલીમામદ ઇબ્રાહીમ બ્લોચ (ઉવ.૩૭ રહે. ૨૫ વારીયા)ને સામેથી આવતી પોલીસ બોલેરો -૧૧૨ (જીજે૧૮જી૧૦૩૦)એ હડફેટે લેતા સીએનજી રીક્ષાને વધુ પડતી ઠોકર લાગતા જ ભૂકકો બોલી ગયેલ છે. સામેથી આવતી બોલેરોને પણ ભારે નુકશાન થયુ છે. આ અકસ્માત તા. ૨/૪/૨૧ના સવારે ૬ થી ૭ ના વચ્ચે થયેલ હોય, રીક્ષા ડ્રાઇવરની સ્થિતી નાજુક હોય, તેને પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદમાં રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલ વ્હોકહાર્ટમાં સારવાર અપાઇ રહી છે. પરંતુ હજુ સુધી રીક્ષા ડ્રાઇવર વલીમામદ બ્લોચ ભાનમાં આવી શકેલ નથી. આ બનાવની જાણ લોકરક્ષક સભ્યે વાંકાનેર પોલીસમાં જાણ કરતા આ બનાવની તપાસ  જમાદાર ઇશ્વરભાઇ કાલોતરા ચલાવી રહ્યા છે. વિશેષ માહિતી મેળવાઇ રહી છે.

(11:38 am IST)