Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની ભારે આવક થતા હવે આવક બંધ કરાઇ

ગોંડલ : સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતાં યાર્ડમાં મરચા, ધાણા બાદ ઘઉંની આવક શરૂ થતાં પચાસ હજાર ગુણીની આવક થવા પામી હતી. યાર્ડના ચેરમેન ગોપાલભાઇ શિંગાળાના જણાવ્યા અનુસાર ટુકડા ઘઉંના ભાવ વીસ કિલોના ૩૨૦ થી ૫૦૦ તથા લોકવનનાં રૂ. ૩૦૦ થી ૪૫૦ ભાવ બોલાયો છે. ઘઉંની ભારે આવકને પગલે આવક સદંતર બંધ કરાઇ છે. (અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:03 am IST)