Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

સોમનાથ અરબ સાગરનાં કિનારે ૧૫૦૦ મીટર લાંબો વોક-વે તૈયારઃ નરેન્દ્રભાઇ અથવા કેન્દ્રીયમંત્રી ઉદઘાટન કરશે

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસ પાટણ, તા.૩: બાર જયોતિર્લિગોમાનું પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર ખાતે કેન્દ્ર સરકારના ટુરીઝમ વિભાગની પ્રસાદ યોજના અંતર્ગત ૪૫ કરોડના ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ અરબ સાગરના દરિયા કિનારે મુંબઈ ના મરીન ડ્રાઇવ જેવો ૧૫૦૦ મીટર લાંબો વોક વે નુ ૨૦૧૮ના વર્ષમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમીતભાઇ શાહના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ હતું હાલમાં આ વોકવેની કામગીરી પુર્ણ થઈ ગયેલ છે અને આધુનિક સુવિધાથી સજ્જ આ દરિયાઇ પથ સોમનાથ આવતા યાત્રિકો માટે ટુંક સમયમાં ખુલ્લુ મુકવામાં આવશે.  ૧૫૦૦ મીટર લાંબા વોકવે પથ સોમનાથના સાગર દર્શન ગેસ્ટહાઉસથી ત્રિવેણીના બંધાર સુધી બનાવવામાં આવેલ છે જેમાં બે એન્ટ્રી ગેટ પણ બનાવવામાં આવ્યા છે આ વોક વે પથમાં સોમનાથ આવતા યાત્રિકો

સાઈકિલંગ, લોકો વોક કરી શકે છે, તેમજ ભારતની સંસ્કૃતિને લગતા ચિત્ર ગેલરી, નિહાળી શકે છે તેમજ મ્યુઝિક તેમજ રાત્રી ના સમય સ્ટ્રીટ લાઈટ ચાલુ રહે છે.

૪૫ કરોડના ખર્ચે થયેલ વોક વે ની કામગીરી પુર્ણ થવા તરફ છે ત્યારે એપ્રિલના અંત સુધીમાં કેન્દ્ર સરકારના કોઈ મંત્રી અથવા પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવનાર છે ત્યારે સોમનાથ આવતા યાત્રિકોને નવુ જ સોમનાથ માણવા  મળશે.

(10:26 am IST)