Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

ધોરાજીમાં કોરોનાનો વિસ્ફોટ:નવા 33 કેસ સાથે 200 કેસ એક્ટિવ નોંધાયા ટોટલ 2048 કેસ

ધોરાજીમાં કોરોના નો સાચો આંકડો નહીં આપવા બાબતે અધિકારીઓનો મોન

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં કરોનાની બીજી લહેર અત્યંત ખરાબ હાલતમાં આવી ગઈ છે આજે વધુ ૩૩ કે સાથે 200 એક્ટિવ કેસ નોંધાઈ ચુક્યા છે
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ધોરાજીમાં કોરોના ની બીજી રહેલ સૌથી ખરાબ હોય તેવું જણાઈ રહ્યું છે અધિકારીઓએ પત્રકારોને સાચી માહિતી આપવાનું પણ બંધ કરી દીધું છે અનેક ઘેર કોરોના પોઝિટિવ લોકો હોય પરંતુ આજુ બાજુવાળાને પણ ખબર નથી એ પ્રકારના કેસ જોવા મળી રહ્યા છે આજે વધુ ૩૩ કેસ કોરોના પોઝિટિવ આવી ગયા છે સાથે 200 કેસ એક્ટિવ નોંધાઈ ચુક્યા છે હાલમાં કોરોનાનો લોકોમાં ભય છે જાહેરમાં લોકોએ નીકળવા નું પણ બંધ કરી દીધું હોય તેવું જોવા મળી રહ્યું છે
પરંતુ અમુક વિસ્તારોમાં ખુલ્લેઆમ સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ થતો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે
આ બાબતે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી સહિતની અનેક અધિકારીઓ ધોરાજીમાં આવે છે પરંતુ ખાનગી મિટિંગ કરીને જતા રહે છે સત્ય હકીકત પત્રકારોને સાચી માહિતી આપવામાં પણ સરકારી તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું જણાઈ રહ્યું છે
હાલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ હોમ કોરોન્ટાઇન છે પરંતુ તેમના પરિવારજનો જાહેરમાં બહાર ફરી રહ્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે
હાલમાં કોરોના ની બીજી લહેર ધોરાજી માટે અત્યંત ખરાબ હોય ત્યારે લોકોએ સ્વયંભૂ સાવચેત રહેવું જોઈએ અને આપણી સુરક્ષા આપણે જાતે જ કરવી જોઈએ તે હેતુથી સૌએ જાગૃત બની અને કોરોના રસી લેવા  જોઇએ તે બાબતે શહેરની અનેક સંસ્થાઓએ પણ અપીલ કરી છે
ધોરાજીમાં સરકારી તંત્ર ક્યાંકને ક્યાંક પણ ઉણું ઉતરતું હોય એવું દેખાઈ રહ્યું છે ત્યારે કોરોના વધુ પ્રમાણમાં ફેલાઈ નહીં તે બાબતે સ્વયમ લોકોએ જાગૃત રહેવા વિનંતી છે

(9:14 pm IST)