Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ભાવનગર જિલ્લા સહકારી બેન્ક દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિમાં 11 લાખનું અનુદાન અપાયું

ભાવનગર : ભાવનગર જિલ્લા સહકારી બેન્ક દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂ.11 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત બેંકના ચેરમેન તથા જનરલ મેનેજરે પણ અંગત ફાળો અપાયો છે

ભારત દેશ કોરોના વાઈરસ સામે લડી રહ્યો છે ત્યારે દેશને મદદરૂપ થવા માટે આજે ભાવનગર જીલ્લા સહ. બેન્ક લિ. ના ચેરમેન નાનુભાઈ વાઘાણી અને જનરલ મેનેજર એન. એમ.ચલાળીયાએ બેન્ક તરફથી રૂ. ૧૧૦૦૦૦૦ મુખ્યમંત્રી રાહતફંડમાં સહાયનો ચેક કલેકટર ગૌરાંગ મકવાણાને અર્પણ કરેલ છે. તેમજ નાનુભાઈ વાઘાણી તરફથી અંગત રીતે રૂપિયા ૨૫૦૦૦ અને જનરલ મેનેજર એન. એમ. ચલાળિયા તરફ થી અંગત રીતે રૂપિયા ૫૧૦૦૦ ના સહાયના ચેક પણ આપવામાં આવેલ  છે

(8:35 pm IST)