Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કચ્છમાં સતત પાંચમાં દિવસે રાહત : એક નવો કેસ નહીં પણ તંત્ર સજ્જ : સરકારી - ખાનગી હોસ્પિટલમાં બેડ, વેન્ટીલેટર રખાયા રિઝર્વ

 ભુજ તા. ૩ : કચ્છમાં સતત પાંચમા દિવસે પણ એકેય વધારાનો કેસ નહીં નોંધાતા તંત્રને થોડી રાહત છે. જોકે, તેમ છતાંયે કચ્છમાં તંત્રએ આગોતરી તૈયારી પણ સતત ચાલુ રાખી છે. અત્યારે સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલના મળીને કુલ ૧૫૭૫ બેડ તૈયાર રખાયા છે. જેમાં ૧૦૨ બેડ રિઝર્વ રખાયા છે. અત્યારે કચ્છમાં ૭૫ વેન્ટિલેટર છે, જે પૈકી ૧૬ અને બાળકો માટે ૪ અલગ એમ વેન્ટિલેટર પણ રિઝર્વ રખાયા છે.

જયારે ઇન્સ્ટિટ્યૂટશનલ કવોરેન્ટાઈન માટે ૧૯૦૨ રૂમ સજ્જ રખાયા છે. સર્વેની કામગીરી અંગે જિલ્લા આરોગ્યતંત્રના દાવા મુજબ ૨૧ લાખ ૬૪ હજાર લોકોનો સર્વે થઈ ગયો છે.

સર્વેની ૯૭% કામગીરી પૂર્ણ થઈ હોવાની તંત્રનો દાવો છે. જયારે ૩૪ હજાર લોકોનું સ્ક્રીનીંગ કરાઈ ચૂકયું છે. ૫૪૪૪ વ્યકિતઓને હોમ કવોરેન્ટાઈન અને ૮૩ વ્યકિતઓને ઇન્સ્ટિટ્યૂટશનલ કવોરેન્ટાઈન કરાયા છે.

(3:40 pm IST)