Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કોરોના સામે તંત્ર સજ્જ : કલેકટર, કમિશ્નર અને ડીડીઓ જામનગરની જી.જી.હોસ્પિટલ પહોંચ્યા

આઈસોલેશન વોર્ડની મુલાકાત લીધી: સુવિધાઓ તથા તૈયારીઓની સમીક્ષા કરી

જામનગર : કોરોના વાયરસનો કહેર વધી રહયો છે રાજ્યમાં અત્યારસુધીમાં 95 કેસ પોજીટીવ નોંધાઈ ચુક્યા છે, અને 8 ના મોત થઇ ચુક્યા છે, ત્યારે જામનગર જીલ્લા વહીવટીતંત્રના પ્રયાસો અને આયોજનને કારણે એક પણ કેસ જામનગરમાં નોંધાયો નથી, ત્યારે જામનગર કલેકટર રવિશંકર, કમિશ્નર સતીશ પટેલ અને ડીડીઓ વિપિન ગર્ગ જી.જી. હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી, સરકારના નિર્દેશાનુસારની સુવિધાઓ તથા તૈયારીઓની સમીક્ષા અધિકારીઓએ મેડીકલ કોલેજના ડીન ડો.નંદીની દેસાઈ અને એડીશનલ ડીન એસ.એસ.ચેટરજી સાથે કરી હતી.

(1:42 pm IST)