Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

જુનાગઢમાં ખરીદી માટે સમય સવારનો કરાતા કરિયાણું ખરીદવા લોકોની પડાપડી

બેંક અને પોસ્ટ ઓફિસ ખાતે પણ લાંબી કતારો

જુનાગઢ તા. ૩ : જુનાગઢમાં ખરીદી માટે સમય સવારનો કરાતા સવારે કરિયાણું વગેરે ખરીદવા માટે લોકોએ પડાપડી કરી હતી. તો બીજી બાજુ સવારે બેંક અને પોસ્ટ ઓફીસ ખાતે પણ લોકોની લાંબી કતારો જોવા મળી હતી.

કોરોના સંકટને લઇ સમગ્ર દેશમાં લોકડાઉન છે. પરંતુ વિવિધ બાબતોને ધ્યાને લઇ જુનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. સૌરભ પારધીએ લોકડાઉન દરમ્યાન જીવન જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી સમયમાં આંશિક સુધાતે કર્યો છે.

જે મુજબ અનાજ કરીયાણાની દુકાનો શાકમાર્કેટ અને ફળની લારીઓ, દુકાનો, આર્યુવિદીક એલોપેથીક- હોમીયોપેથીક દવાઓના મેડીકલ અને સર્જીકલ સ્ટોર, દુધની ડેરીઓને સવારે ૮ થી ૧ર વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છુટ આપી છે.

જયારે અનાજ કરીયાણામાં હોલસેલ વેપારીઓએ છુટક વિક્રતાઓને વેચાણ માટે બપોરના ૧ર થી ૩ નો સમય નકકી કર્યો છે.

તેમજ ટ્રાન્સપોર્ટને બુકીંગ માટે પોાની ઓફિસ સવારે ૮ થી ૧ર સુધી ખુલ્લી રાખવાની છુટ આપી છે ર૪ કલાકની પરવાનગી ધરાવતા મેડીકલ સ્ટોર્સને આ જોગવાઇ લાગુ નહી પડે.

જો કે બપોર પછી સંપૂર્ણ લોકડાઉન રાખવાનું રહેશે.

આમ ખરીદી માટેનો સમય સવારે ૮ થી ૧રનો કરાતા સવારથી જુનાગઢની વિવિધ બજારો માર્કેટ ખાતે નગરજનોની પડાપડી જોવા મળી હતી.

આ સાથે જુનાગઢમાં આઝાદ ચોક સ્થિત બેંક ઓફ બરોડા અને પોસ્ટ ઓફીસ ખાતે પણ સવારે લોકોની મોટી કતારો જોવા મળી હતી.

(1:08 pm IST)