Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

જૂનાગઢ અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ દ્વારા ૧ હજાર રાશનની કીટ વિતરણ

જુનાગઢ, તા.૩: અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંદ્યના પ્રતિનિધિ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ગિરનાર દર્શન જૈન ધર્મશાળામાં બિરાજમાન  આચાર્ય હેમવલ્લભસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ગિરનાર ના મજુર ભાઈ-બહેનો, ડોળીવાળા તથા જરૂરીયાતવાળા પરિવારોને લગભગ રૂપિયા ૧૬૦૦-૧૭૦૦ ની કિંમતની એક કીટ એમ કુલ ૧૦૦૦ કીટ એટલે કે લગભગ કુલ રકમ રૂપિયા ૧૬-૧૭ લાખની અનાજની કિટોનું વિતરણ કરાયું.ર્ં

અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંદ્યના પ્રતિનિધિ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ગિરનાર દર્શન જૈન ધર્મશાળામાં બિરાજમાન  હેમવલ્લભસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં જયારે હાલ સમગ્ર વિશ્વ અને ખાસ કરીને ભારત વર્ષમાં આવી પડેલી કોરોના વાયરસ નામક મહામારીને કારણે ગરીબ મજૂર અને કામદાર પરિવારોનું રોજબરોજનું જીવન ધોરણ ખોરવાઈ ગયેલ છે. ત્યારે જુનાગઢ મહાનગરપાલિકાના આયોજનમાં સહાયરૂપ થવા માટે આજરોજ ગિરનારના મજુર ભાઇ- બહેનો, ડોળીવાળા , રોપ-વે ના મજૂરો તથા જરૂરિયાતવાળા પરિવારોને સંસ્થા દ્વારા લગભગ રૂ.૧૬૦૦-૧૭૦૦ કિંમતની એક કીટ કુલ વજન ૩૦ કિલોગ્રામ જેમાં મહત્વની કરિયાણાની કાચી સામગ્રીઓની કુલ ૧ હજાર કીટો તૈયાર કરી રૂપિયા ૧૬-૧૭ લાખની કિંમતની કીટો તમામ ગરીબ પરિવારોને ફાળવવામાં આવેલ છે. જેમાં મેયર  ધીરુભાઈ ગોહેલ, માનનીય મ્યુ. કમિશનર તુષાર સુમેરા, આસિ.કમિશનર પ્રફુલભાઈ કનેરિયા, સેક્રેટરી કલ્પેશભાઈ ટોલિયા, વોર્ડ નંબર ૧૦ના

કોર્પોરેટર એભાભાઈ કટારા, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી ધોકડીયા, બીટ જમાદાર  રામદેવભાઈ આહીર, પેઢીના મેનેજર જગદીશભાઈ ભટ્ટ આદિ પ્રશાસન અને જૈન સમાજના કાર્યકરોની ઉપસ્થિતિમાં આ કીટોનું વિતરણ કરવાનો મંગલ પ્રારંભ કરવામાં આવેલ છે. આ કીટમાં ૧૦ કિલો ઘઉંનો લોટ, પ કિલો બાજરી, પ કિલો ચોખા ૨ કિલો તુવેરની દાળ, ૨ કિલો ખાંડ, ૨ લિટર કપાસિયા તેલ, ૧ કિલો ગોળ, ૧ કિલો નમક, ૫૦૦ ગ્રામ મરચું, ૨૫૦ ગ્રામ ધાણા જીરું, ૨૫૦ ગ્રામ હળદર, ૨૫૦ ગ્રામ રાઈ અને ૨૫૦ ગ્રામ ચા આ રીતે ૩૦ કિલોની સામગ્રી સામેલ કરવામાં આવેલ છે. તેમ આણંદજી કલ્યાણજી પેઢી જણાવેલ છે.

(1:08 pm IST)