Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

લોકડાઉનમાં સોરઠમાં પોલીસ આક્રમક વધુ ૯૭ શખ્સો સામે અટકાયતી પગલા

જુનાગઢમાં છ ઇસમોને ડ્રોન કેમેરાએ પકડી પાડયા

જુનાગઢ તા. ૩: લોકડાઉનમાં સોરઠ પોલીસે આક્રમક બની જાહેરનામા ભંગ સબબ વધુ ૯૭ શખ્સો સામે અટકાયતી પગલા લીધા છે જેમાં જુનાગઢમાં છ ઇસમોને ડ્રોન કેમેરાએ રખડતા પકડી પાડયા હતા.

કોરોના મહામારીને અટકાવવા માટે સમગ્ર દેશમાં ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન છે. આથી લોકો ઘર બહાર નીકળે નહિં તે માટે જુનાગઢ શહેર-જિલ્લામાં ડીઆઇજી મનીન્દર પ્રતાપસિંહ પવાર અને એસ.પી. સૌરભસિંઘની સુચનાથી પોલીસસ વોચ રાખી રહી છે.

ગઇકાલે જુનાગઢ જિલ્લામાં વધુ ૯૭ શખ્સો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી હતી.

જુનાગઢ શહેર અને તાલુકામાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝનના ઇન્ચાર્જ પી.આઇ. જે. પી. ગોંસાઇ, બી ડીવીઝનનાં પો. ઇન્સ. આર. બી. સોલંકી, સી ડીવીઝનના પી.એસ.આઇ. ડી. જી. બડવા તેમજ ક્રાઇમ બ્રાંચનાં પી.આઇ. શ્રી કાનમીયા, પી.એસ.આઇ. શ્રી ગોહિલ અને એસઓજીનાં શ્રી વાળા વગેરેએ પ૭ શખ્સોને રાઉન્ડ અપ કર્યા હતા. જેમાં બી ડીવીઝન વિસ્તારમાંથી ડ્રોન કેમેરાએ ૬ શખ્સોને પકડી પાડયા હતા. જુનાગઢ ઉપરાંત ભેસાણ, મેંદરડા, માણાવદર, શીલ-પોલીસે એક-એક શખ્સ સામે તેમજ કેશોદમાં ૮, વંથલી-૩, બાંટવા-બે, માંગરોળ-૭, ચોરવાડ-૩, માળીયા-૪ અને માંગરોળ મરીન પોલીસે ત્રણ શખ્સો સામે જાહેરનામા ભંગ સબબ ફરિયાદ નોંધી હતી.

(1:08 pm IST)