Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

સુરેન્દ્રનગરમાં અનેક સેવાભાવી મેદાનેઃ ગરીબ લોકોના ઝૂંપડા સુધી બે ટકનું જમવાનું

ઇસ્માઇલી ખોજા સમાજ દ્વારા રોજ ૧૨૦૦થી વધુ લોકોને જમાડવામાં આવે છેઃ જિલ્લા આધ્યાશકિત ગ્રુપ પણ ૧૦૦૦ પરિવારોને જમવાનું પૂરૃં પાડે છેઃ લીમડી જૈન સમાજ દ્વારા ૭૦૦ લોકોને કીટ આપવામાં આવી

વઢવાણ,તા.૩: સુરેન્દ્રનગર જિલ્લામાં ૮૦ ફુટ ના રોડ વિસ્તાર પાસે આવેલી ખોજા સમાજના જમાતખાનામાં રોજની બારસો માણસ થી પણ વધારે લોકોની રસોઈ બની રહી છે ત્યારે અલગ અલગ સેવાભાવીઓ દ્વારા તૈયાર થતી રસોઈનું પેકિંગ કરીને ગરીબ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે અત્યારે સવાર અને સાંજ બંને ટક આ ખોજા સમાજ ના આગેવાનો દ્વારા સેવાકીય કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ખાસ કરી આ કાર્યને સફળ બનાવવા માટે અને સેવાના હેતુથી ઇસમાઇલી સમાજ ના અમન ગૃહ ઉધોગ અબ્બાસ ભાઈ અલી સા ગૃહ બરકત ભાઈ વેલાનીઙ્ગ અબ્બાસ ભાઈ દરેડિયા નુરીદીન ભાઈ વેલાણી ટાર્ગેટ વગેરે આ સેવાના કામમાં ૨૪ કલાક જોડાયેલા રહે છે અને ગરીબ લોકોને બેટક જમવાનું પૂરું પાડવા જેટલો બને તેટલો વધુ પ્રયાસ કરી રહ્યા છે.

રાજેશ સમોસા તરીકે પ્રખ્યાત બનેલા રાજુભાઈ દ્વારા રોજના એક હજાર થી વધુ પરિવારોને પોતે જાતે બનાવીને બેઠક ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે આ સમગ્ર કાર્યમાં આધ્યા શકિત ગ્રુપ અને રાજુભાઈ સમોસા વાળા નો સારો એવો સહયોગ રહ્યો છે ત્યારે રોજનો ૧૦૦૦૦થી પણ વધુ નો ખર્ચો કરીને લોકોને અને ખાસ કરીને ગરીબ વર્ગને આ કોરોના વાયરસના પગલે લોકડાઉનની પરિસ્થિતિમાં જે લોકો ઘરે છે અને રોજનું લાવીને રોજનું થાય છે તેવા પરિવારોને બે ટક જમવાનું મળી રહે તેવો પ્રયાસ હાલમાં કરવામાં આવી રહ્યો છે.

 લીંબડી ખાતે જૈન સમાજ દ્વારા ગઈકાલે ૭૦૦ થી વધુ કીટો બનાવવામાં આવી છે. ત્યારે આ કિટમાં ખાસ કરીને રોજબરોજ ની જીવન જરૂરિયાતની વસ્તુઓ તે લોટ અને અન્ય સાધન સામગ્રીઓ ભેગી કરીને ખાસ કીટ તૈયાર કરવામાં આવી છે. ત્યારે આ કિટ ખાસ કરીને લીંબડીમાં વસતાં ગરીબ વર્ગો સુધી પહોંચાડવામાં આવે તે માટે જૈન સમાજ દ્વારા સર્વે હાથ ધરીને યોગ્ય લાગતા અને ગરીબ પરિવારોને ૭૦૦ થી વધુ કિટો ગઈકાલે વિતરણ કરવામાં આવી છે...

ત્યારે જિલ્લામાં હાલમાં પણ ૨૦ થી વધુ સંસ્થાઓ શેરીએ જઈ ગરીબ વર્ગની મુલાકાત લઇ તેમને બે ટંક ભોજન મળી રહે તેવા હાલમાં પ્રયાસ કરી રહ્યા છે અને બપોરના સમયે ચા પાણી નાસ્તો સવારે નાસ્તો જેવા અનેક પરિવારો સ્વખર્ચે સેવા ના લાભાર્થે ગરીબ પરિવારો વચ્ચે જઈને તેમના બાળકોનું પેટ ભરી રહ્યા છે.

(1:07 pm IST)