Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

સુરેન્દ્રનગરની પ્રસુતાને સહાય

વિવેકાનંદ ૩ પાછળ જુના જંકશન પાસે સવિતાબેન ને હાલ ડિલિવરી આવેલ અને તેમના પતી હાલ લોકડાઉનને કારણસર બીજા રાજયમા ફસાયેલ હોય અને ઘરમાં બે નાના બાળક જ હોય તેઓ ત્યાં બનતા ફલેટમા પગી તરીકે રહે છે જોરાવરનગરના શિવલાલ આણંદજીભાઈ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા તેમની ટીમ દ્વારા અનાજ કરિયાણું જીવન જરૂરીયાત ની ચીજ વસ્તુ તેલ શાકભાજી દૂધ દવા વગેરે વસ્તુ પહોંચાડી ત્યારે છેલ્લા કેટલાક દિવસથી કોરોનાવાયરસનો જયારથી ભય ફેલાયો છે ત્યારે આ સંસ્થા દ્વારા અનેક લોકોને દિનરાત સેવા કરી અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ આ ટ્રસ્ટમાં રહેલા ટ્રસ્ટીઓ પણ જાત મહેનત થકી સેવા યજ્ઞમાં જોડાયા છે ત્યારે હાલમાં ઠેરઠેર જરૂરિયાતમંદ ની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે અનેક સંસ્થાઓ કામે લાગી છે ત્યારે ઝાલાવાડમાં માનવતાની મહેક પ્રસરી રહી છે.(તસ્વીરઃ ફઝલ ચૌહાણ.વઢવાણ)(

(1:06 pm IST)