Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ત્રિપુરાના દત્તક લીધેલા ૬૪ બાળકો માટે બ્રહ્માનંદધામ સેવા પરબ બન્યુ છેઃ મુકતાનંદજી

કોરોના મહામારીમાં શાળાઓ સુનકાર બની પણ, વૃદ્ધાશ્રમ, અંધશાળા અને જય અંબે હોસ્પિટલમાં સુરક્ષાના પ્રબંધ વચ્ચે દર્દીનારાયણનો અનોખો સેવાયજ્ઞ

જુનાગઢ તા. ૩ : જુનાગઢથી ૩પ કિ.મી.અંતરે આવેલા ચાપરડા ગામે કાર્યરત બ્રહ્માનંદધામમાં વિદ્યાપીઠમાં કોરોનાની રજા છે. પણ સેવા પરબ માટે જાણીતા આશ્રમમાં ત્રિપુરાની ર૯ દીકરીઓ સહિત ૬૪ બાળકો કોરોના કહેરમાં પણ ખુશહાલ સુરક્ષિત છે. આ પરિસરમાં વૃદ્ધાશ્રમ અને અંધશાળામાં તેમજ આરોગ્ય સેવા માટે વિસાવદર તાલુકાના ૧૧૦ ગામડામાં જય અંબે હોસ્પિટલ નિઃશુલ્ક સારવાર ઓપરેશન કરી દર્દીઓને નારાયણ સ્વરૂપમાં જોઇ અનોજી સેવા કરે છે.

ભગવતીનંદજી ટ્રસ્ટનાં સંસ્થાપક અને અખિલ ભારત સાધુ સમાજનાં પ્રમુખ મુકતાનંદબાપુએ કોરોના મહામારીમાં શૈક્ષણીક સંકુલમાં શિક્ષણ વિભાગના નિયમો અનુસાર તમામ છાત્રોને રજા આપી દીધી છે પણ આ પરિસરમાં એકસોથી વધુ વૃદ્ધો દાદાજી વૃદ્ધાશ્રમમાં રહે છેતેના માટે દવા, કપડા, રહેવા-જમવાની નિઃશુલ્ક સેવા ઉપરાંત અંધશાળા અને જય અંબે હોસ્પિટલમાં આ કોરોના મહામારીમાં સામાન્ય રોગો માટે સારવાર -સુશ્રુમાં કરી આરોગ્ય સેવાની અનોખી ધુણી ધખાવી છે.

બ્રહ્માનંદધામ-ચાપરડામાં ત્રિપુરાથી દત્તક લીધેલા ૬૪ બાળકો કે જે સાત વર્ષથી પંદર વર્ષની ઉંમરના છે તેમના માટે આ સંકુલ પોતીકું  બન્યું છે, આજેતેમની મુલાકાત લેતા શાળા બંધ છે પણ હોસ્ટેલમાં પૂર્ણ સલામતિ સાથે ત્રિપુરાથી આવેલા શિક્ષકના માર્ગદર્શનમાં તેઓ સુરક્ષીત અને ખુશાહાર હોવાનું જોવા મળ્યુ.

ત્રિપેરાથી દત્તક લીધેલા આ છાત્રોને મળતા તેમણે ત્રુટક ત્રુટક હિન્દી ભાષામાં કહ્યું કે, અમે એવા અતિ પછાત વિસ્તારમાંથી આવીએ છીએ કે, જયાં પહેરવા કપડા, ખાવા અન્ન નહોતું મળતું ભણવાની પણ કોઇ સુવિધા ન હતી નોર્થ ઇસ્ટમાં સેવન સ્ટેટ તરીકે ઓળખાતા ત્રિપુરામાં બહુમત ખ્રિસ્તીઓએ બૃહ જાતિની હિન્દુ પ્રજા પર કાળો કહેર શરૂ કરતા આખરે ૩૦૦૦ થી વધુ પરિવારો જંગલ વિસ્તાર નજીક ટેકરી પર કાચા ઝૂંપડા બનાવી વિસ્થાપીત તરીકે જીવન જીવી રહ્યા છે.આ લોકો એવી દારૂણ સ્થિતિમાં છેકે, નથી તેની પાસે આધારકાર્ડ, કે નાગરીકતાના હોઇ દસ્તાવેજ આવા પરિવારના સાત વર્ષથી ૧૪ વર્ષ સુધીના નિઃસહાય બાળકો માટે મુકતાનંદબાપુ આશાનું કિરણ બન્યા છે.

કરૂણામૂર્તિ એવા મુકતાનંદબાપુને આ બાળકોને દત્તક લેવા માટેનું પ્રયોજન પુછતા તેમણે બહુ સરળ ભાષામાં કહ્યું ઇશ્વરની ખોજ ાટે સૌથી પહેલું પગથિયું નિસ્વાર્થ પ્રેમ છે, કોઇપણ સર્જનની યોજનામાં કરૂણા સાથેનો પ્રેમ ભળે ત્યારે સમજવું પ્રત્યક્ષ ભગવાનના દર્શન હવે દુર નથી. આ તમામ બાળકોમાં હું ઇશ્વરના દર્શન કરૂ છું કહી આ બાળકોને દત્તક લેવામાં ત્રિપુરાની સરકારે જોરદાર સહયોગ આપ્યો છે.

ગુજરાતથી ૩૩૦૦ કી.મી.દુર આ અંતરીયાળ વિસ્તારમાં પહોંચી આ કાર્ય કરવાની પ્રેરણા કેવી રીતે મળી તેવા સવારના જવાબમાં ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લયદેવએ આ ૩૦૦૦ જેટલા વિસ્થપિતો માટે પ્રાથમીક સુવિધાઓ આપવાનું કાર્ય કર્યુ ત્યારબાદ તેના બાળકોના અભ્યાસ માટે કોઇ સ્વૈચ્છિક સંસ્થા સહયોગ આપે તેવુ જાણમાં આવતા અગરતલા હવાઇ મથકથી ૧૪૦૦ કી.મી. જંગલ વિસ્તારમાં જઇ ત્યાંની સરકારે વિધિવત આ ૬૪ બાળકોની સમગ્ર જવાબદારી અમને સોંપી છે. હાલ દરેક બાળક પાછળ એકલાખથી વધુ ખર્ચ થતો હોય છે જણાવી નારાયણનું કામ નારાયણ કરી જાય છે.

આમ કોરોના કહેરમાં આ તમામ બાળકો બ્રહ્માનંદ વિદ્યાધામમાં સંપૂર્ણ સુરક્ષિત હોવાનું જણાવી ત્રિપુરાના આ બાળકોના વાલીગણ સાથે પણ ત્યાંની સરકારની મદદથી ટેલીફોનિક વાત કરી કોઇ ચિંતા નહીં કરવા  ધરપત આપતા આ સંત પ્રત્યેના કરૂણાભાવથી ૬૪ બાળકોના વાલીગણે પણ સાતા અનુભવી હતી. શિક્ષણસેવા વૃદ્ધોની સેવા આરોગ્ય સેવા, વિકલાંગ સેવા માટે ચાપરડા હવે દેશભરમાં એક અનોખુંસેવા પરબ બન્યુંછે.(

(1:12 pm IST)