Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ખંભાળિયા શહેરમાં ધુમાડાનું સામ્રાજય

રામનગરમાં ખેડૂતે ઘઉંના ઠૂંઠા સળગાવેલા!!

ખંભાળિયા, તા. ૩ :  ગઇકાલે સાંજે પાંચેક વાગ્યે અડધા ઉપરાંતના વિસ્તારમાં આકાશમાં ધુમાડાના ગોટા છવાઇ જતા તથા દૂર આગના ભડાકા સાથે ધુમાડો દેખાતા લોકોમાં ભય ફેલાયો હતો.

જાગૃત નાગરિકો રવિભાઇ સોઢા, નીતિનભાઇ આચાર્યએ જાણ કરતા ફાયરબ્રિગેડના ડગરાભાઇને કહેતા તેમણે મહેન્દ્ર ચોપડે સાથેની ટીમ દોડાવી હતી.

આ ટીમ ઉપરાંત પાંચહાટડી ચોક ગુગળી ચકલો, વિજય ચોક, સલાયા નાકા વિસ્તારના લોકો પણ આટલો ધુમાડો આકાશમાં કેમ છે ? તે જોવા માટે બાઇક લઇને નીકળી પડયા હતા. છેવટે રામનગર વિસ્તારમાં એક ખેડૂતે ઘઉંના ઠુંડા કાઢીને વઘેલા ઠુંઠા સળગાવતા ભયંકર ભટકા સાથે ધૂમાડો નીકળ્યાનું બહાર આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

(12:57 pm IST)