Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

'આંગણેથી અભિવ્યકિત':ઓનલાઇન વિવિધ સ્પર્ધાઓનું અનોખુ આયોજન

કલા-સંસ્કૃતિ નગરી ભાવનગરમાં લોકડાઉનનો રચનાત્મક-સર્જનાત્મક પ્રયોગ

ભાવનગર, તા.૩: શું તમે નિબંધ લખી શકો છો? તમે વાર્તા લખી શકો છો? તમને કવિતા લખવી ગમે છે? તમને પોસ્ટર મેકિંગ માં રસ છે? તમે અભિનય કરવામાં રસ ધરાવો છો? તો થઈ જાવ તૈયાર તમારા આંગણેથી અભિવ્યકિત કરવા માટે.

લોકડાઉનમાં ઘર બેઠા પોતાના શોખને ખીલવવાનો રૂડો અવસર લઈને આવી છે ભાવનગરની વિવિધ કલા તેમજ સાહિત્યપ્રેમી સંસ્થાઓ જે આપને પૂરી પાડશે ઘરે બેઠા ગમ્મતનો ગુલાલ કરવાની ઉજળી તક અને એ પણ તદ્દન નિઃશુલ્ક.

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે ત્યારે લોકો ઘરે બેઠા જ પોતાની પ્રતિભા બહાર લાવી શકે તેમજ કલા અને સાહિત્યના માધ્યમથી રચનાત્મક પ્રવૃત્ત્િ।ઓમાં વ્યસ્ત રહી ઝડપભેર પોતાનો સમય પસાર કરી શકે અને સોસીયલ ડિસ્ટનસિંગ પણ જળવાઈ રહે તેવા શુભ આશયથી

શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા સ્વામિનારાયણ ગુરૂકુળના મુખ્ય સહયોગ તેમજ જયેશ દવેના સંકલનમાં શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા 'આંગણેથી અભિવ્યકિત' ના શિર્ષક તળે વિવિધ ઓનલાઈન સ્પર્ધાઓનું આયોજનઙ્ગ કરવામાં આવ્યું છે.ઙ્ગ

સ્વામિનારાયણ ગુરૂકુળનાઙ્ગ સંચાલક શ્રી કે.પી.સ્વામીના જણાવ્યા મુજબ, ગુજરાતમાં સૌપ્રથમ કલાનગરી ભાવનગરમાં આ પ્રકારનો વિશેષ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ઘરમાં રહીને લોકો કંઈક સર્જન કરે, પોતાની અભિવ્યકિત રજૂ કરે તે માટે આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.સરકારના લોક ડાઉનના નિર્ણયમા આ ભાવનગરનો રચનાત્મક સહયોગ છે.

માત્ર ભાવનગર શહેરના રહેવાસીઓ માટે આયોજિત આ સ્પર્ધાના સંકલન કર્તા અને જાણીતા સિનિયર આર્ટિસ્ટ શ્રીજયેશ દવેએ સ્પર્ધા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ આયોજનમાં શહેરની સંસ્થાઓ ઉમંગભેર સહયોગી બની છે. ભાવનગર ગુજરાતી ભવન અને ભાવનગર ગઘસભા દ્વારા નિબંધ અને વાર્તા લેખન, કલા સંઘ અને શ્રી ખોડીદાસ પરમાર ફાઉન્ડેશન ભાવનગર દ્વારા પોસ્ટર મેકિંગ સ્પર્ધા, અમી પૂજા નાટ્યમ તથા ટીમ વર્ક ગ્રુપ ઓફ થિયેટર્સ દ્વારા એકપાત્રીય અભિનય સ્પર્ધા તેમજ શિશુવિહાર-બુધસભા દ્વારા કાવ્યાલેખનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજનના ડિઝાઇન તથા સંકલન કાર્ય માટે વિવેક શાહ -વિવેક એડવર્ટાઇઝ તથા ધનુષ જાડેજા - હેતસ્વી ગ્રુપનો સહયોગ પણ મળી રહ્યો છે.

ભાવનગરવાસીઓ આ તમામ સ્પર્ધાઓમાં ઓનલાઇન ભાગ લઇ શકાશે અને ૧૪ એપ્રિલ રાત્રે ૧૨ વાગ્યા સુધી નિયત વોટ્સએપ નંબર ૮૧ ૬૦ ૪૭ ૮૪ ૮૧ પર એન્ટ્રી મોકલી આપવાની રહેશે. આ માત્ર વોટ્સએપ નંબર હોઈ કોલ થઈ શકશે નહીં. આ સ્પર્ધા અંગેની વિગતો નિયમો સાથેની સંપૂર્ણ વિગતો વોટ્સએપ નંબર ધનુષ જાડેજા ૯૯ ૦૯ ૮૭ ૬૧ ૬૨, ૯૯ ૦૯ ૦૭ ૬૧ ૬૨ પરથી મળી શકશે. માત્ર મેસેજ કરવા વિનંતી છે. તમામ સ્પર્ધાના વિજેતાઓને સરકાર દ્વારા જાહેર કાર્યક્રમોની છૂટ મળ્યા બાદ સ્વામિનારાયણ ગુરૂકુળના સભાગૃહમાં જાહેર કાર્યક્રમ સાથે અગ્રણીઓના હસ્તે ઇનામ વિતરણ કરાશે.

(11:40 am IST)