Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

લોકડાઉનનો સદઉપયોગઃ હળવદમાં નિઃશુલ્ક પુસ્તક વાંચન માટે શાળા દ્વારા જ્ઞાનવર્ધક પરબ સેવા

હળવદ,તા.૩: લોકડાઉનના દિવસોમાં  સોશ્યલ ડિસ્ટન્સિંગના આ સમયમાં શાળાના એક જ શિક્ષક દ્વારા ઓનલાઈન ફોર્મ ભરેલ તમામ સોસાયટીના રહીશોને દ્યરે જઈને માત્ર બારણે જ ઉભા રહીને તેમણે માંગેલ વિભાગનું પુસ્તક આપવાની એક અનોખી સેવા પ્રવૃત્ત્।ી શરૂ કરવામાં આવી છે જેના માટે શાળા નજીક સોસાયટી વિસ્તારના લોકોએ પુસ્તક માટે નોંધ ચાર એપ્રિલ સુધીમાં મોકલવાની રહેશે અને પુસ્તક ૧૬ એપ્રિલ સુધી પોતાના ઘરે રાખવાનું રહેશે . આ દસ દિવસ દરમ્યાન ઘરના તમામ સભ્યો આ પુસ્તક વાંચે તે ઈચ્છનીય છે. પુસ્તક વાંચ્યા બાદ પુસ્તક અંગે શ્ન બુક રિવ્યુ , ઙ્ગવિભાગમાં પોતાના અભિપ્રાયો અને આ ઙ્ગપોતાના પરિસરમાં પુસ્તક ઙ્ગપ્રોજેકટ અંગે ફીડબેક પણ જણાવવાના રહેશે.

ઙ્ગ સાથે સાથે ગુજરાતી ભાષાના તજજ્ઞ શ્રી ગૌતમભાઈ ગોધવિયાના સહયોગથી અને શાળાના આચાર્ય રોહિતભાઈ સિણોજીયાના ઙ્ગસંકલન દ્વારા ગુજરાતી શબ્દ-રમત (કોઠો પુરો) પણ દરરોજ ૧૧ૅં૦૦ વાગે વોટસ અપમા મુકાવામાં આવશે. જે વ્યકિત વહેલા તે પહેલાના ધોરણે આખો કોઠો( શબ્દરમત) ઙ્ગસાચો હોય તેમ પુરી દેશે અને શાળાને ઓનલાઈન મોકલી દેશે તેને તક્ષશિલા પુસ્તકાલય તરફથી ૨૦ એપ્રિલના રોજ ઇનામ આપવામા આવશે (દરરોજ ના પ્રથમ , બીજો અને ત્રીજો નંબર એમ કુલ સત્યાવીશ ઇનામો આપવાના છે.

આ  'પોતાના પરિસરમાં પુસ્તક' પ્રોજેકટમા કુલ ૧૨ વિભાગો રાખવામા આવેલ છે

ધોરણ ૧ થી ૪ ની બાળવાર્તાઓ (૨) ધોરણ ૫ થી ૮ ની બાળવાર્તાઓ (૩) ધોરણ ૯ થી ૧૨ ની બાળવાર્તાઓ (૪) સાહસ કથાઓ ( ધોરણ ૯ થી ઙ્ગ૧૨ અને કોલેજીયન માટે) (૫) પ્રેરણાત્મક વિચારો, મોટીવેશનલ બુક ( ધોરણ ૯ ઙ્ગથી ૧૨ અને કોલેજીયન માટે) (૬) ઘરે બેઠા વિજ્ઞાન પ્રોજેકટ બનાવવા ની બુક (૭) ગુજરાતી નવલકથા (૮) કાંતિકારી નાં જીવન ચરિત્ર (૯) સાહિત્યકાર, ખેલાડીઓ, શિક્ષણશાસ્ત્રી ના જીવન ચરિત્ર (૧૦) ગુજરાતી વાર્તા સંગ્રહ (૧૧) વિવેકાનંદના પ્રવચનો (૧૨) સફારી જેવા વિજ્ઞાન ગણિતના જુના સામયિક ના અંકો.

શુભારંભ પાલિકાના સભ્ય સતિષભાઈ પટેલ, પત્રકાર હરેશરબારી , ઙ્ગસંજયભાઈ મર્યા અને શાળાના મેનેજીંગ ડિરેકટર ડો. મહેશભાઈ પટેલના હસ્તે થયો હતો. રમેશભાઈ કૈલા, મુકેશભાઈ અઘારા ઉપસ્થિત રહ્યા હતા . આયોજન રોહિતભાઇ સિણોજીયા અને હિતેશભાઈ કૈલાએ કર્યું હતું.

(11:37 am IST)