Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ગારીયાધારમાં લોકડાઉનમાં ખરીદી માટે ૩ કલાકના સમયે સર્જી મુશ્કેલી!!

સમય ટુકો હોવાથી બજારમાં ખરીદી સમયે મેળા જેવો માહોલ : તંત્રના બેદરકારીભર્યા નિર્ણયથી : લોકોના આરોગ્ય સાથે ચેડાનો ભય

ગારીયાધાર તા. ૩: શહેરમાં લોકડાઉન બાદ સ્થાનિક તંત્ર દ્વારા સવારે ૬ થી ૯ (૩ કલાક) દુધ, બકાલુ અને કરિયાણા જેવી આવશ્યક વસ્તુ માટે છુટછાટ આપવામાં આવી છે. જેના કારણે શહેરીજનો અને ગ્રામ્ય પંથકના લોકો એક સાથે ખરીદી માટે નિકળતા હોવાથી ૩ કલાક ભારે મેળાવડા જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.

ગારીયાધાર શહેરના પચ્છેગામ રોડ, વાલમ ચોક, મેઇન બજાર, વાવ દરવાજા અને નવાગામ રોડ સહિતના વિસ્તારોમાં તંત્ર દ્વારા સવારે ૬ થી ૯ છુટ્ટી આપવામાં આવતી હોગવાથી લોકોની ભારે ભીડ જોવામાં આવે છે જેની પાછળનું કારણ જાણવામાં આવતા જીલ્લાના અન્ય શહેરોમાં ૬ કલાકની મંજુરી અપાઇ છે જયારે ગારીયાધારમાં ૩ કલાકની ટુંકાગાળાની છુટ્ટી હોવાથી લોકોની ભારે ભીડ જોવામાં આવે છે.

જયારે આ ત્રણ કલાકની છુટ્ટીમાં ફરસાણની દુકાનો, કરીયાણાની દુકાનો તો કેટલાક વિસ્તારમાં સરકારી મંજુરી ન હોય તેવા દુકાનદારો પણ પોતાની દુકાનો ખોલીને બેસતા હોવાથી ગ્રામ્ય વિસ્તારની વધારે ભીડ થતી હોવાની જણાઇ આવે છે.

(11:35 am IST)