Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

તળાજામાં જીવનજરૂરી ચીજવસ્તુ ઓની દુકાનો આખો દિવસ ખુલ્લી રાખી શકાશે

રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, એસપી જયપાલ સિંહ રાઠોરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

ભાવનગર,તા.૩ : ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથક ખાતે આજે રેન્જ. આઈ.જી,એસ.પી.અને તળાજા મહુવા વિભાગીય પોલીસ વડાએ સ્થાનિક મીડિયા કર્મીઓ અને રાજકીય,સામાજિક,વેપારી આગેવાનો સાથે કોરોના ના કહેર થી લોકોને કેમ બચાવી શકાય,કાયદાની કડક અમલ વારી સાથે આમ જનતા ,વેપારીઓ સહિત ઇમરજન્સી સેવા પૂરી પાડતા લોકો પરેશાન ન થાય તેની સાથે લોક ડાઉન નું ચુસ્ત પણે પાલન થાય.તે માટે બેઠક યોજી હતી.

ઉપસ્થિત વારાફરતી સૌને સંબોધતા રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ, એસ.પી જયપાલસિંહ રાઠોર એ જણાવ્યું હતુંકે લોક ડાઉન નું ચુસ્ત પણે પાલન થાય સાથે લોકો પરેશાન ન થાય કોરોનાની મહામારી થીબચી શકે તેવો આશયછે.

તેઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતુંકેગામમાં એક સાથે ગિરદી ન થાય તે માટે જીવન જરૂરી વસ્તુઓ વેંચતા વેપારીઓ આખો દિવસ દુકાન ખુલી રાખી શકશે. જીવન આવશ્યક જથ્થો પૂરે પૂરો છે.આથી કોઈ ચિંતા ન કરે. કાળાબજાર કરનાર કોઈપણ વ્યકિત કે વેપારી ને છોડવામાં નહિ આવે. જીવન આવશ્યક વસ્તુઓ ની હેરફેર કરનાર વાહન ચાલકો વાહન ને રોકવામાં આવશે નહિ.ખાસ શાકભાજી વેચનાર ફેરીયાઓ ફેરી શરૂ રાખે. અને દિવસ દરમિયાન જીવન આવશ્યક વસ્તુઓમળો રહશે. આથી લોકોએ એકી સાથે બહાર નીકળવું નહિ. લોકડાઉન ની સ્થિતિ માં રહેવાથીજ બચી શકશો તેવી તળાજા શહેર તાલુકા ની જનતાને અપીલ કરી હતી.

સ્થાનિક પો.ઇ ગમારા ને સૂચના આપવામાં આવી હતીકે બાઈક લઈ ને કે શેરી મહોલ્લા માં બિન જરૂરી નીકળતા તત્વો સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવે.વધુ કેસ કરવામાં આવે.

ચોક્કસ વિસ્તારમાંથી લોકો બિન જરૂરી બહાર નીકળવા ની ફરિયાદ મળી રહી છે.સમાજનાં આગેવાનો ને તેમ ન થાય તે જોવા તાકીદ કરી હતી.મંદિર,મસ્જિદ સહિતના ધર્મ સ્થાનો ચેક કરવા સ્થાનિક પોલીસ ને આદેશ કરેલ હતો

(11:34 am IST)