Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

મોરબીના સિરામિક ઉદ્યોગને કોરાનાની 'પોઝીટીવ' અસર (ફાયદા)ની આશા

ચાઇનામાં ઉત્પાદન ઠપ્પ થતા લાદી માટે વિશ્વના દેશોમાંથી ઓર્ડર મળવાનું શરૂ થયેલ ત્યાં જ લોકડાઉન થઇ ગયું : દેશમાં વિવિધ પ્રકારની લાદીઓ, ગેંડી, પોખરા, વગેરેના કુલ ઉત્પાદનનું ૮૦ ટકા ઉત્પાદન મોરબી-વાંકાનેર પંથકમાં (૮૦૦ કારખાના) થાય છે : લોકડાઉન પછી દેશ-વિદેશના મોટા ઓર્ડર મળવાના સંજોગો

રાજકોટ, તા., ૩: દેશ-વિગદેશમાં વિખ્યાત મોરબીના સિરામિક ઉદ્યોગને કોરોના વાયરસની પોઝીટીવ અસરનો ધંૅધાકીય લાભ મળે તેવી આશા બંધાણી છે. સરકારના લોકડાઉનના કારણે દેશભરના  તમામ ઉદ્યોગ ધંધાઓની જેમ મોરબી પંથકનો સિરામિક ઉદ્યોગ બંધ છે. ઘણા સમયથી મંદીની અસર ભોગવી રહેલા આ ઉદ્યોગને ચાઇનામાં કોરોના સિરામિક ફેકટરીઓ બંધ થતા વિશ્વના દેશોમાંથી માલના ઓર્ડર મળવાનું શરૂ થયેલ. આ ઉદ્યોગ પુરબહારમાં ખીલે તે પહેલા ભારતમાં દેશ વ્યાપી લોકડાઉન થઇ ગયું છે. લોકડાઉનની પરિસ્થિતિ પુર્ણ ફરી દેશ વિદેશના મોટા ઓર્ડેર મળવાની આશા છે. જો તે આશા ફળે તો સિરામિક ઉદ્યોગ માટે કોરોના લાભદાયી સાબિત થશે. સિરામિક ઉદ્યોગના વર્તુળોના જણાવ્યા મુજબ મોરબી-વાંકાનેર અને કંઇક અંશે થાનગઢ પંથકમાંથી દેશ-વિદેશમાંથી વિટ્રીફાઇ, વોલ ટાઇલ્સ, ગ્લેઝ ટાઇલ્સ, સેનેટરીવેર્સની ગેન્ડી, પોખરા જેવી આઇટમોની નિકાસ થાય છે. દેશના કુલ સિરામિક ઉદ્યોગનો ૮૦ ટકા જેટલો ઉદ્યોગ આ પંથકમાં પથરાયેલો છે.  મોરબી જિલ્લા  વિસ્તારમાં સિરામિક ૮૦૦ જેેટલા કારખાના  અલગ-અલગ પ્રકારના ૪ ઉદ્યોગકાર સંગઠનો છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી અને માર્ચના પ્રારંભે કોરોનાના કારણે ચાઇનામાં સિરામિક ઉત્પાદન ઠપ્પ થઇ જતા તેનો સીધો લાભ આ  પંથકના ઉદ્યોગને મળવાનું શરૂ થયેલ.  જે દેશો ચાઇના પાસેથી સિરામિકની આઇટમો  ખરીદતા હતા તેણે ત્યાંથી આવક બંધ થતા  મોરબી પંથકના ઉદ્યોગને માલ આપવાનું શરૂ થયેલ. સૌરાષ્ટ્રના સિરામિક ઉદ્યોગને વિશ્વની બજારોમાં વ્યવસાયનો વ્યાપ વધારવાની તક અનાયાસે જ મળેલ. ત્યાં અચાનક ભારતમાં પણ લોકડાઉન જાહેર થઇ ગયું છે.

ચાઇનાના સિરામિક ઉદ્યોગની સરખામણીએ મોરબી પંથકના સિરામિક ઉદ્યોગને વિકાસની વધુ તક છે. ચાઇના કરતા ભારતનો માલ વધુ ગુણવતાવાળો ગણાય છે. મોરબી પંથકના મોટા ભાગના ઉદ્યોગકારો  ધંધામાં સક્રિય ભુમીકામાં હોય છે. તેમને ઉત્પાદન અને વેપારનો વિશાળ અનુભવ છે. ચાઇનામાં સિરામિક ઉદ્યોગ હજુ વેરવિખેર છે. જો નજીકના ભવિષ્યમાં ભારતમાં લોકડાઉન પુર્ણ થઇ જાય તો ફરી દેશ-વિદેશમાંથી મોરબી પંથકના સિરામિક ઉદ્યોગના માલની મોટી માંગ  નિકળવાની પ્રબળ શકયતા છે. સિરામિક ઉદ્યોગમાં કામ કરતા મોટા ભાગના શ્રમજીવીઓ હજુ સ્થાનીક વિસ્તારમાં જ છે.  સરકારની છુટ મળ્યા પછી સિરામિક ઉદ્યોગને ફરી ધમધમતો કરવાનું બહુ મુશ્કેલ નથી. કોરોનાના કારણે ભારતમાં અને વિશ્વના દેશોમાં આવનારા શું પરિસ્થિતિ થાય છે? તેના પર મોરબી-વાંકાનેર પંથકના જગ પ્રસિધ્ધ ઉદ્યોગના ભવિષ્યનો આધાર રહેશે તેમ ઉદ્યોગ સાથે સંકળાયેલા વર્તુળોનું કહેવું છે.

સિરામિક ઉદ્યોગનું યોગદાન

રાજકોટઃ દેશ વ્યાપી કોરોનાએ ગુજરાતને પણ લપેટમાં લેતા મોરબી પંથકના સિરામિક ઉદ્યોગકારોએ માનવતાનો સાદ સાંભળ્યો છે. સિરામિકના જુદા-જુદા સંગઠનો અને વ્યકિતગત મુખ્યમંત્રી રાહત ફંડમાં લાખો રૂપિયાની સરવાણી શરૂ કરવામાં આવી છે.

સ્વીચ ઓન કર્યા પછી ૧ર૦૦ ડીગ્રી ટેમ્પરેચર લાવવાનો ગાળો લાંબો

સિરામિક મશીનરી બંધ કર્યા  પછી ચાલુ કરવામાં પ દિ'લાગે

રાજકોટ : મોરબી-માળિયા પંથકમાંૈ સિરામિક ઉદ્યોગ હાલ સંપૂર્ણ બંધ છે. સિરામિકની મશીનરી ખુબ કિંમતી અને વિશિષ્ટ પ્રકારની હોય છે તે ચાલુ કર્યા પછી ઉત્પાદન માટે જરૂરી ૧ર૦૦ ડીગ્રીનું ટેમ્પરેચર આવતા પ દિવસ જેટલો સમય લાગે છે. પ દિવસ પછી ઉત્પાદન કરવું હોય તો મશીનરીની સ્વીચ આજે ઓન કરી દેવી જરૂરી હોય છે.  લોકડાઉનના નિર્ણયના અનુસંધાને સિરામિક ઉદ્યોગ ફરી શરૂ કરવાનો નિર્ણય થશે.

(11:29 am IST)