Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

માળીયાહાટીના સહિત પંથકમાં ગાયોને ઘાસ-કીટવિતરણ દ્વારા છંટકાવ

 માળીયાહાટીનાઃ અહિની શ્રીનાથજી નગર સોસાયટીના ૧૫ પાટીદાર યુવાનો દ્વારા શહેરમા લુલી-લંગડી અશકત ગાયોને નિયમિત લીલો ઘાસ ચારો પુરો પડયા છે. યુવાનોની આ સેવાવૃતિને ધ્યાને લઇ અનેક લોકો રોકડ રકમનુ દાન પણ આપી જાય છે. ભંડુરી નજીક ૩૫ થી ૪૦ જેટલા નબળા પરિવારોને દિલીપભાઇ સીસોદિયા, કપિલભાઇ ડઢાણીયા, તથા હરિયાણી પરિવાર અને ભંડુરી મિત્ર મંડળ દ્વારા કિટ વિતરણ કરાયુ હતું જયારે માળીયાહાટીના તાલુકાના માતરવાણિયા ગામે સરપંચ મુકેશભાઇ, ઉપસરપંચ રાજુભાઇ, જયેશભાઇ ભૂત, મનીષભાઇ ભૂત, યશ પટેલ, પોલીસ જવાન વજુભાઇ તથા આરોગ્ય કર્મચારઓ રાહુલભાઇ ડાભી દ્વારા કોરોના વાયરસથી બચવા દવાનો છંટકાવ કરવામા આવેલ આ ઉપરાંત માળીયા હાટીનાના ખણીધ્રા ગામે સરપંચ આનંદબાપુ ગૌસવમી દ્વારા આરોગ્યની ટીમ સાથે ઘેરઘેર ફરીને લોકોનુ નિદાન કરાયુ હતું. સાથોસાથે લોકોને માસ્ક પહેરવા અને લોકડાઉનનો સંપુર્ણ અમલ કરવા અપીલ કરવામા આવી હતી. તસ્વીરમાં પાટીદાર યુવાનો ગાયો માટે ઘાસ ચારો નાખવા જતા બીજી તસ્વીરમા ભંડુરી ગામે ગરીબ લોકોને રાશનકીટનુ વિતરણ કરવા કાર્યકરો તથા ત્રીજી તસ્વીરમાં માતરવાણીયા ગામે દવા છંટકાવની કામગીરી થતી નજરે પડે છે. (તસ્વીર અહેવાલઃ મહેશ કાનાબાર)

(11:29 am IST)