Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

માતા સાથે આડા સંબંધ રાખનાર આધેડને પતાવી દેનાર બે પુત્રોની ધરપકડ

જુનાગઢના આખા ગામની હત્યા અંગે વંથલી પોલીસની ત્વરિત કાર્યવાહી

જુનાગઢ તા. ૩ : વંથલીના આખા ગામે માતા સાથે આડા સંબંધ રાખનાર આધેડને પતાવી દેનાર બે પુત્રોની પોલીસ ત્વરિત ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના આખા ગામે રહેતા સુલેમાન તૈયબભાઇ દલ (ઉ.વ.૫૦) નામના આધેડ સાથે તેમના ગામની નશીમાબેન બોદુ દલ નામની મહિલાને આડા સંબંધ હોવાની શંકા રાખી જે મહિલાના પુત્રો સોહિલ ઉર્ફે સોહિલયો બોદુભાઇ અને સેફુલાને પસંદ ન હતી.

ગઇકાલે બપોરે સુલેમાન દલ જેણે ફાતીમાબેન નામની મહિલાના ખેતરનું ભાગીયુ રાખ્યું હતું જ્યાં ખાટલામાં સુતા હતા.

ત્યારે નિંદ્રાધીન હાલતમાં જ સુલેમાન ઉપર લોખંડની ખપારી અને લોખંડના પાવડા વડે આડેધડ હુમલો કરી સુલેમાનભાઇને પતાવી દીધા હતા.

આ અંગેની જાણ થતા વંથલીના પીએસઆઇ એન.બી.ચૌહાણ તુરંત જ સ્ટાફ સાથે દોડી ગયા હતા અને મૃતકના પિતરાઇ ભાઇ મહમદ જુમાભાઇ દલ - ગામેતીની ફરિયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પીએસઆઇ ચૌહાણે તુરંત જ તપાસ હાથ ધરીને આધેડની હત્યા કરનાર બંને ભાઇઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:28 am IST)