Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

વીરપુર (જલારામ)માં હેડ કોન્સ્ટેબલની પ્રેરક સેવાઃ

વીરપુરઃ લોકડાઉનને લઈને બે દિવસથી ભૂખ્યા ગરીબ મજૂર લોકોની વારે વીરપુર પોલીસના હેડ કોન્સ્ટેબલ અને જીઆરડી જવાન આવેલ છે. સમગ્ર દેશમાં કોરોના વાયરસને લઈને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત રાજયમાં પણ ચુસ્તપણે લોકડાઉનની વીરપુરમાં આવેલા રાજુલા તાલુકાના મહિલાઓ , નાના બાળકો સહિત ૨૭ જેટલા મજુરો જે વીરપુર રેલવેના બ્રિઝની કામગીરી કરતા પરંતુ લોકડાઉનને લઈને તેમની પાસે અનાજ,કરિયાણુ સાથે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે પૈસા પણ ખૂટી જતા બે દિવસથી ભૂખ્યા પેટે રહ્યા હતા આ વાતની જાણ વીરપુર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મનેસભાઈ પરમાર અને જીઆરડી જવાન ભરત ઠાકોરને થતા મજુરો પાસે જઈને વીરપુર જલારામ મંદિરના સેવકનો કોન્ટેકટ કરી જમવાની વ્યવસ્થા કરી આપી હતી અને બે દિવસથી ભૂખ્યા લોકોને પેટભરીને જમાડ્યા હતા સાથે વીરપુરમાં સીતારામ સેવા ટ્રસ્ટનો કોન્ટેકટ કરી અનાજ કરીયાણાની કીટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે બે દિવસના ભૂખ્યા નિરાધાર મજુરોએ વીરપુર પોલીસના સેવાભાવી પોલીસ જવાન મનેસભાઈ પરમાર તેમજ જીઆરડી ભરત ઠાકોરનો આભાર વ્યકત કર્યો હતો તેમજ વીરપુરના લોકોએ પણ આ બને પોલીસ જવાનોના સેવાકાર્યને સલામ કરી બિરદાવ્યું હતું.(તસ્વીરઃ કિશન મોરબીયા.વિરપુર)

(11:28 am IST)